આજે બીજી મેચ SRH Vs PBKS વચ્ચે રમાશે: પંજાબ સામે હૈદરાબાદ આગળ, આ સીઝનમાં કમિન્સ એન્ડ કંપની સતત ચાર મેચ હારી

આજે બીજી મેચ SRH Vs PBKS વચ્ચે રમાશે:પંજાબ સામે હૈદરાબાદ આગળ, આ સીઝનમાં કમિન્સ એન્ડ કંપની સતત ચાર મેચ હારી
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનમાં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની બીજી મેચમાં, હૈદરાબાદ સનરાઇઝર્સ (SRH)નો મુકાબલો પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. IPL 2025માં, PBKSએ 4 માંથી 3 મેચ જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે, SRHએ ફક્ત 1 મેચ જીતી છે અને 4 હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે, દિવસની

પહેલી મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગ્યે રમાશે. બીજી મેચનો પ્રીવ્યૂ... મેચ ડિટેઇલ્સ, 27મી મેચ SRH Vs PBKS તારીખ: 12 એપ્રિલ સ્ટેડિયમ: રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ સમય: ટૉસ - સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ - સાંજે 7:30 વાગ્યે હેડ ટુ હેડમાં હૈદરાબાદ આગળ હૈદરાબાદ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 16 IPL મેચ રમાઈ છે. જેમાંથી 16 હૈદરાબાદ અને 7 પંજાબે

જીત મેળવી હતી. તે જ સમયે, બંને ટીમ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 9 વખત એકબીજા સામે આવી છે. આમાંથી હૈદરાબાદ 8 મેચ જીત્યું છે અને પંજાબ ફક્ત 1 મેચ જીતી શક્યું છે. ક્લાસેન હૈદરાબાદનો ટૉપ સ્કોરર SRH માટે હેનરિક ક્લાસેન સૌથી વધુ રન સ્કોરર છે. આ સીઝનમાં તેણે 5 મેચમાં કુલ 152 રન બનાવ્યા છે. તેમના પછી ટ્રેવિસ હેડ બીજા સ્થાને છે. હેડે 5 મેચમાં 189.7ના સ્ટ્રાઈક રેટથી કુલ 148 રન

બનાવ્યા છે. બોલિંગમાં, મોહમ્મદ શમી ટીમ માટે 5 વિકેટ લઈને ટોચ પર છે. શ્રેયસ અય્યર PBKSનો ટૉપ સ્કોરર પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 4 મેચમાં કુલ 168 રન બનાવ્યા છે. સીઝનની પહેલી મેચમાં, તેણે ગુજરાત ટાઇટન્સ સામે 42 બોલમાં 97 રનની અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં, અર્શદીપ સિંહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 4 મેચમાં 6 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ રાજીવ

ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અહીં હાઇ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 80 IPL મેચ રમાઈ છે, જેમાંથી 35 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી હતી અને 45 મેચ ચેઝ કરતી ટીમે જીતી હતી. અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર 286/6 છે, જે હૈદરાબાદે આ વર્ષે રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. વેધર અપડેટ 12એપ્રિલે હૈદરાબાદમાં ખૂબ ગરમી પડશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. તાપમાન 24 થી 38

ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, સિમરજીત સિંહ, ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, ટ્રેવિસ હેડ. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, હરપ્રીત બ્રાર.

Leave a Reply

Related Post