IPLમાં સેકન્ડ હાઇએસ્ટ સ્કોર બનાવીને હૈદરાબાદે જીત્યું: રાજસ્થાનને 44 રને હરાવ્યું, ઈશાને સદી ફટકારી; હેડની ફિફ્ટી

IPLમાં સેકન્ડ હાઇએસ્ટ સ્કોર બનાવીને હૈદરાબાદે જીત્યું:રાજસ્થાનને 44 રને હરાવ્યું, ઈશાને સદી ફટકારી; હેડની ફિફ્ટી
Email :

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL-18ની શરૂઆત જીત સાથે કરી છે. રવિવારે રમાયેલી પહેલી મેચમાં ટીમે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 286 રન બનાવ્યા. ત્યારબાદ રાજસ્થાનને 242 રનના સ્કોર સુધી રોકી દીધું હતું. સિમરજીત સિંહ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી. RR તરફથી ધ્રુવ જુરેલે 70 રન અને સંજુ સેમસને 67 રન બનાવ્યા. ત્યારબાદ શિમરોન હેટમાયર (42) અને શુભમ દુબે (34)એ 50+ ભાગીદારી કરીને સ્કોર 200ને પાર પહોંચાડ્યો પરંતુ ટીમને જિતાડી શક્યા નહીં. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રોયલ્સે ટૉસ જીતીને બોલિંગ

પસંદ કરી. SRHએ 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા. ટીમ તરફથી ઈશાન કિશને 106 રનની ઇનિંગ રમી હતી. ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા. હેનરિક ક્લાસેન 34 રન બનાવીને, નીતિશ કુમાર રેડ્ડી 30 રન બનાવીને આઉટ અને અભિષેક શર્મા 24 રન બનાવીને આઉટ થયા હતા. રાજસ્થાનના તુષાર દેશપાંડેએ 3 વિકેટ લીધી. મહિષ થિક્સાનાએ 2 વિકેટ અને સંદીપ શર્માએ 1 ​​વિકેટ લીધી. તો રાજસ્થાનના જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 76 રન આપ્યા હતા. તે IPLના ઈતિહાસનો સૌથી ખર્ચાળ બોલર બન્યો છે. IPLમાં હાઇએસ્ટ ટોટલ

બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી. ઇમ્પેક્ટ સબસ્ટિટ્યુટ્સ: સચિન બેવી, જયદેવ ઉનડકટ, ઝીશાન અંસારી, એડમ ઝામ્પા અને વિયાન મુલ્ડર. રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહિષ થિક્સાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા અને ફઝલહક ફારૂકી. ઇમ્પેક્ટ સબસ્ટિટ્યુટ્સ: સંજુ સેમસન, ક્વેના મ્ફાકા, કૃણાલ રાઠોડ, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય.

Leave a Reply

Related Post