IPLનું શિડ્યૂલ જાહેર, RCB-KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ: 65 દિવસમાં 74 મેચ, 12 ડબલ હેડર; ઈડન ગાર્ડન્સ ખાતે ફાઈનલ; ગુજરાત ટાઈટન્સની કુલ ચાર મેચ અમદાવાદમાં, સંપૂર્ણ શિડ્યૂલ

IPLનું શિડ્યૂલ જાહેર, RCB-KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ:65 દિવસમાં 74 મેચ, 12 ડબલ હેડર; ઈડન ગાર્ડન્સ ખાતે ફાઈનલ; ગુજરાત ટાઈટન્સની કુલ ચાર મેચ અમદાવાદમાં, સંપૂર્ણ શિડ્યૂલ
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સાંજે 5:30 વાગ્યે શિડ્યૂલ જાહેર કર્યું. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેનો એલ ક્લાસિકો 23 માર્ચે ચેન્નઈમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બંને ટીમ 20 એપ્રિલે મુંબઈમાં ફરી ટકરાશે. ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઈનલ 25

મેના રોજ કોલકાતામાં યોજાશે. હૈદરાબાદ અને કોલકાતામાં પ્લેઓફ મેચ રમાશે આ સીઝનની પહેલી મેચ KKR Vs RCB 23 માર્ચે પહેલો ડબલ હેડર 10 ટીમ 13 સ્થળોએ રમશે ચેન્નઈ અને મુંબઈએ સૌથી વધુ ટાઇટલ જીત્યા છે IPL એ ભારતમાં રમાતી ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે દર વર્ષે માર્ચથી મે દરમિયાન T20 ફોર્મેટમાં રમાય છે. તેની શરૂઆત 2008માં 8 ટીમ સાથે થઈ હતી. રાજસ્થાને ફાઈનલમાં ચેન્નાઈને હરાવીને પ્રથમ સીઝનનો ખિતાબ જીત્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે સૌથી વધુ એટલે કે 5-5 ટાઇટલ જીત્યા છે. KKR 3 ટાઇટલ જીતનાર ત્રીજી સૌથી સફળ ટીમ છે. ચેમ્પિયન્સ ટ્રોફીના 12

દિવસ પછી IPL ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ 9 માર્ચે યોજાશે. આના 12 દિવસ પછી IPL શરૂ થશે. આનો અર્થ એ થયો કે ખેલાડીઓને યોગ્ય રીતે તૈયારી કરવા માટે 2 અઠવાડિયા પણ નહીં મળે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં યોજાવાની છે. ભારતનો પહેલો મુકાબલો 20 માર્ચે બાંગ્લાદેશ સામે છે. WPL ફાઈનલના 6 દિવસ પછી IPLની ટુર્નામેન્ટ શરૂ વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ફાઈનલના 6 દિવસ પછી IPL શરૂ થશે. WPL 14 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અને 15 માર્ચ સુધી રમાશે. શનિવારે, દિલ્હી કેપિટલ્સે એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લા બોલ પર 2 વિકેટથી હરાવ્યું હતું.

Related Post