જેક્લીને નોરા ફતેહીના ડાન્સ મૂવ્સ કોપી કર્યા!: 'હાઉસફુલ 5'નું 'લાલ પરી' ગીત જોયા બાદ યુઝર્સનો દાવો- "કંઈ નવું નથી મળી રહ્યું?"

જેક્લીને નોરા ફતેહીના ડાન્સ મૂવ્સ કોપી કર્યા!:'હાઉસફુલ 5'નું 'લાલ પરી' ગીત જોયા બાદ યુઝર્સનો દાવો- "કંઈ નવું નથી મળી રહ્યું?"
Email :

ફિલ્મ 'હાઉસફુલ 5'નું નવું ગીત 'લાલ પરી' રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. જોકે, આ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝના ડાન્સ મૂવ્સ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક યુઝર્સે તેના ડાન્સની પ્રશંસા કરી, તો કેટલાકે તેની સરખામણી નોરા ફતેહી સાથે કરી અને નોરા ફતેહીની​​​ સ્ટાઇલને કોપી કરવાનો આરોપ લગાવ્યો. જેકલીન ફર્નાન્ડીઝના 'લાલ પરી' ગીતના ડાન્સ સિક્વન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આમાં એક્ટ્રેસ બેલી ડાન્સ કરતી જોઈ શકાય છે, જેને જોઈને ચાહકો ખૂબ ખુશ છે. જેકલીનની

પ્રશંસા કરતા એક યુઝરે લખ્યું, 'જેકલીન કારકિર્દીની ટોચ પર છે.', બીજાએ લખ્યું, 'જેકલીન આ ગીત માટે રિયલ OG છે.', ત્રીજાએ કહ્યું, 'જેકલીન, ખૂબ જ હોટ લાગે છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે 39વર્ષની છે.' જોકે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે જેકલીન અને નોરાની ડાન્સ સ્ટાઇલ પર પણ સવાલો ઉઠાવ્યા છે. એકે યુઝરે લખ્યું, 'જેકલીન તેની સ્ટાઈલમાં સારી હતી. તો પછી તે નોરાના સ્ટેપ્સ કોપી કેમ કરી રહી છે?', બીજાએ લખ્યું, 'તો જેકલીન ક્યારેય નોરાના સ્ટેપ કોપી કરવાનું બંધ નહિ કરે. હાહાહા.', આ ઉપરાંત,

કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે આ ગીત નોરા ફતેહીના 'ગર્મી' પરથી કોપી કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. 'હાઉસફુલ 5' એક મલ્ટીસ્ટારર ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં અક્ષય કુમારની સાથે ઘણા અન્ય કલાકારો પણ જોવા મળશે. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન ઉપરાંત આ ફિલ્મમાં શ્રેયસ તલપડે, જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, નરગીસ ફખરી, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ચિત્રાંગદા સિંઘ, ફરદીન ખાન, ચંકી પાંડે, જોની શર્મા, નીન લેવર જેવા કલાકારો દેખાશે. આ ફિલ્મ 6 જૂને રિલીઝ થશે.

Leave a Reply

Related Post