જયશંકરે કહ્યું- PoK મળતાં જ કાશ્મીર મુદ્દો ખતમ થઈ જશે: 370 હટાવવી એ પહેલું પગલું હતું; ચીન વિશે કહ્યું- અમારી વચ્ચે અનોખો સંબંધ

જયશંકરે કહ્યું- PoK મળતાં જ કાશ્મીર મુદ્દો ખતમ થઈ જશે:370 હટાવવી એ પહેલું પગલું હતું; ચીન વિશે કહ્યું- અમારી વચ્ચે અનોખો સંબંધ
Email :

વિદેશ મંત્રી એસ. જયશંકરે કાશ્મીર અંગે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવાથી આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ જશે. જયશંકર બ્રિટનની મુલાકાતે છે. તેઓ 5 માર્ચે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે શું વડાપ્રધાન મોદી કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના સંબંધોનો ઉપયોગ કરી શકે છે. એ જ સમયે ચીન વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર વિદેશમંત્રીએ કહ્યું કે બંને

દેશો વચ્ચે એક અનોખો સંબંધ છે. વિદેશમંત્રીએ કહ્યું- કાશ્મીરના મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાઈ ગયા વિદેશમંત્રીએ કહ્યું હતું કે અમે કાશ્મીરના મોટા ભાગના મુદ્દાઓ ઉકેલી લીધા છે. કલમ 370 દૂર કરવી એ પહેલું પગલું હતું. પછી કાશ્મીરમાં વિકાસ, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવો એ બીજું પગલું હતું. ચૂંટણી યોજવી, જેમાં ખૂબ જ ઊંચું મતદાન જોવા મળ્યું, એ ત્રીજું પગલું હતું. જયશંકરે આગળ કહ્યું, “મને લાગે છે કે અમે જે હિસ્સાની રાહ જોઈ રહ્યા છીએ

કાશ્મીરના એ હિસ્સો પરત ફરવાવો છે, જે પાકિસ્તાને ચોરીને પોતાની પાસે રાખ્યો છે. જ્યારે આવું થશે, ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે. જયશંકરે કહ્યું- ભારત માટે સરહદ એક મહત્ત્વપૂર્ણ પાસું ભારત ચીન સાથે કેવા પ્રકારના સંબંધો ઇચ્છે છે? આ પ્રશ્ન પર જયશંકરે કહ્યું કે અમારો ખૂબ જ અનોખો સંબંધ છે. દુનિયામાં અમે બે જ દેશ છીએ, જેની વસતિ એક અબજથી વધુ છે. અમારા બંનેનો ઇતિહાસ ખૂબ જૂનો છે, જેમાં સમય જતાં

ઉતાર-ચઢાવ આવ્યા છે. વિદેશમંત્રીએ કહ્યું હતું કે આજે બંને દેશો આગળ વધી રહ્યા છે અને અમે સીધા પાડોશી પણ છીએ. પડકાર એ છે કે જેમ જેમ કોઈ દેશ વિકાસ પામે છે એમ એમ એનું વિશ્વ અને તેના પાડોશીઓ સાથેનું સંતુલન બદલાય છે. મુખ્ય મુદ્દો એ છે કે સ્થિર સંતુલન કેવી રીતે બનાવવું. જયશંકરે કહ્યું હુુતું કે અમે એક સ્થિર સંબંધ ઇચ્છીએ છીએ, જ્યાં અમારાં હિતોનું સન્માન કરવામાં આવે, હકીકતમાં આ અમારા સંબંધોમાં મુખ્ય પડકાર છે.

તેમણે કહ્યું હતું કે ભારત માટે સરહદ એક મહત્ત્વપૂર્ણ પાસું છે. છેલ્લાં 40 વર્ષથી એવી માન્યતા રહી છે કે સંબંધોને વધારવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે. જો સરહદ અસ્થિર હોય અથવા શાંતિનો અભાવ હોય, તો એ ચોક્કસપણે આપણા સંબંધો પર અસર કરશે. જયશંકર બ્રિટિશ વિદેશમંત્રીને મળ્યા બુધવારે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે બ્રિટિશ વિદેશમંત્રી ડેવિડ લેમી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-યુકે સંબંધોના તમામ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ વાતચીતમાં યુક્રેન,

બાંગ્લાદેશ, પશ્ચિમ એશિયા અને કોમનવેલ્થ સાથે વેપાર કરારો અને વ્યૂહાત્મક સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાની આ મુલાકાત ઇંગ્લેન્ડના કેન્ટમાં શેવેનિંગ હાઉસ ખાતે થઈ હતી. આ દરમિયાન ભારતીય વિદેશમંત્રીના પત્ની ક્યોકો જયશંકર અને બ્રિટિશ વિદેશમંત્રીના પત્ની નિકોલા ગ્રીન હાજર હતા. બંને નેતા પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આગળ વધવાના માર્ગ પર સહમત થયા. જયશંકર આ 6 દિવસની મુલાકાતે બ્રિટન અને આયર્લેન્ડ પહોંચ્યા છે. તેઓ અહીં ઘણી ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજી રહ્યા છે.

Related Post