જામનગર LCBની દારૂની હેરાફેરી સામે કાર્યવાહી: ગોરધનપર ગામમાંથી 10.32 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપી ઝબ્બે

જામનગર LCBની દારૂની હેરાફેરી સામે કાર્યવાહી:ગોરધનપર ગામમાંથી 10.32 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપી ઝબ્બે
Email :

જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં એલસીબી પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને મોટી કામગીરી અંજામ આપી છે. પોલીસને મળેલી બાતમીના આધારે એક રહેણાંક મકાનમાંથી 459 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મકાન માલિક બાદલ બીજલ પરમાર અને વાહન ચાલક રવિ સુનિલ મકવાણાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી

વિદેશી દારૂની બોટલો ઉપરાંત એક મહેન્દ્ર પિકઅપ વાન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 10,32,432ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દારૂનો જથ્થો જામનગરની કામદાર કોલોનીમાં રહેતા હિરેન ઇન્દ્રજીત ચંદન પાસેથી મેળવવામાં આવ્યો હતો. પોલીસે હિરેન ચંદનને ફરાર જાહેર કર્યો છે અને

તેની શોધખોળ શરૂ કરી છે. દેવીપૂજક સમાજના બાદલ પરમાર દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. એલસીબી પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ માટે કવાયત શરૂ કરી છે.

Related Post