વડોદરાના 'રક્ષિતકાંડ' મામલે જાન્હવી કપૂર ભડકી: એક્ટ્રેસે કહ્યું, ખૂબ જ ગુસ્સો આવે છે, આરોપીને કડક સજા થવી જોઈએ

વડોદરાના 'રક્ષિતકાંડ' મામલે જાન્હવી કપૂર ભડકી:એક્ટ્રેસે કહ્યું, ખૂબ જ ગુસ્સો આવે છે, આરોપીને કડક સજા થવી જોઈએ
Email :

વડોદરામાં હોળીના દિવસે રાત્રે એક દુ:ખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં 120ની ઝડપે કાર દોડાવી એક યુવકે 8 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત સર્જનાર રક્ષિત ચૌરસિયા નામના યુવકને લોકોએ પકડી ધોલાઈ કરી હતી. પોલીસે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જાન્હવી કપૂરને આરોપી રક્ષિત પર આવ્યો ગુસ્સો આ ઘટના પર એક્ટ્રેસ જાન્હવી કપૂર આરોપી પર ભડકી છે. એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરતાં આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની

માગ કરી. જાન્હવી કપૂરે પોસ્ટ કરી કે આ ખૂબ જ ચોંકાવનારી અને ગુસ્સો અપાવી દે એવી ઘટના છે. એના વિશે વિચારીને જ ખરાબ લાગે છે કે કોઈ આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકે? નશામાં હતો કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો. શું છે સમગ્ર મામલો? વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025 રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં ઘટના સ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. આ ઘટનાને પગલે પોલીસે આરોપી કારચાલક રક્ષિત ચૌરસિયા અને તેની બાજુમાં બેઠેલા યુવક

(પ્રાંશુ)ની ધરપકડ કરી કરી છે. આ બન્ને યુવકે ડ્રગ્સ લીધું હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. સવારના 10.30 સુધી ઊંઘતો રહ્યો કારચાલક બંને આરોપી આખી રાત લોકઅપમાં રહ્યા હતા અને આરોપી પ્રાંશુને પોલીસ સવારે મેડિકલ માટે લઈ ગઈ હતી અને આરોપી રક્ષિત સવારે 10:30 વાગ્યા સુધી ઊંઘતો રહ્યો હતો. આ ઘટના અંગે જાણવા ન્યુ ગુજરાતે આરોપી રક્ષિત ચૌરસિયાએ સાથે વાત કરી હતી, જેમાં તેના પિતા વારાણસીમાં બિઝનેસમેન હોવાનું જણાવ્યું હતું અને તેણે અકસ્માતના બે કલાક પહેલાં ભાંગનો નશો કર્યો હોવાની પણ કબૂલાત કરી હતી. આ પણ વાંચો: વડોદરામાં તથ્યવાળી, નશામાં ધુત કારચાલકે 8ને ઉડાવ્યા, CCTV

Related Post