જાહ્નવીએ શ્રીદેવીની યાદ અપાવી!: કાન ફેસ્ટિવલમાં એક્ટ્રેસનું બનારસી અંદાજમાં ડેબ્યૂ, બોલિવૂડની ફિલ્મ 'હોમ્બાઉન્ડ'ને સૌથી લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન

જાહ્નવીએ શ્રીદેવીની યાદ અપાવી!:કાન ફેસ્ટિવલમાં એક્ટ્રેસનું બનારસી અંદાજમાં ડેબ્યૂ, બોલિવૂડની ફિલ્મ 'હોમ્બાઉન્ડ'ને સૌથી લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન
Email :

78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સેલેબ્સનો જલવો જોવા મળી રહ્યો છે. રેડ કાર્પેટ પર જાન્હવી કપૂરે પણ ડેબ્યૂ કર્યું હતું. જાન્હવી તેની ફિલ્મ 'હોમબાઉન્ડ' માટે કાન ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે હોમબાઉન્ડની આખી કાસ્ટ પણ જોવા મળી હતી. આ ઈવેન્ટમાં તેના ડેબ્યૂ લુકની ચારેકોર ચર્ચા થઈ રહી છે. તેનો આ લુક જોઈને ફેન્સને તેની માતા અને પીઢ એક્ટ્રેસ શ્રીદેવી યાદ આવી ગયાં. જ્યારે જાહ્નવીની ફિલ્મ 'હોમબાઉન્ડ'ના પ્રીમિયરમાં ફિલ્મને 9 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન

મળ્યું છે. 'હોમબાઉન્ડ'ને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ડિરેક્ટર નીરજ ઘેયવાનની ફિલ્મ 'હોમબાઉન્ડ'ને પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરાયું હતું. ડેબ્યુસી થિયેટરમાં યોજાયેલા 'હોમબાઉન્ડ'ના પ્રીમિયરમાં ફિલ્મને 9 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. ફિલ્મનું ધ અન સર્ટન રિગાર્ડ સેગ્મેન્ટમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, નીરજ ઘેયવાનની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ 'મસાન'નું પણ 2015માં કાનમાં આ જ કેટેગરીમાં પ્રીમિયર થયું હતું. ફિલ્મની સ્ક્રીનિંગ પછી, ધર્મા પ્રોડક્શન્સે પ્રીમિયરનો એક વીડિયો

શેર કર્યો, જેમાં 'હોમબાઉન્ડ' ટીમને પ્રેક્ષકોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હોવાનું જોવા મળી રહ્યું છે. તેના કેપ્શનમાં લખ્યું છે, '9 મિનિટનો શુદ્ધ પ્રેમ અને તાળીઓ! ટીમ 'હોમબાઉન્ડ' કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અઢળક પ્રશંસા મેળવી રહી છે.' આ વીડિયોમાં કરણ જોહર અને નીરજ ઘેયવાન એકબીજાને ભેટી પડતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. તરુણ તાહિલિયાનીએ આઉટફિટ ડિઝાઇન કર્યો હતો કાન ફેસ્ટિવલમાં જાન્હવીનો ડેબ્યૂ આઉટફિટ ફેમસ ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ કસ્ટમ

ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બનારસમાં ખાસ વણાયેલા ટિસ્યૂમાંથી આ પ્લિટેડ સ્કર્ટ અને કોર્સેટ તૈયાર થયો છે. એક્ટ્રેસના આઉટફિટમાં સ્ટાઈલનું ટચ રિયા કપૂરે આપ્યું હતું. ડ્રેસને એના સ્લિક બન સાથે દુપટ્ટા જેવા ડ્રેપથી જોડ્યો હતો. આઉટફિટની સર્ફેસને હાથથી બનાવેલી તકનીકોનો ઉપયોગ કરીને તૈયાર કરાયો. એનાથી તેનો લુક વધુ આકર્ષક બન્યો. તેના લુકમાં સિગ્નેચર ટીટી ડ્રેપ (ભારતીય ડિઝાઇનર દ્વારા લોકપ્રિય ડિઝાઇન અને ડ્રેપિંગ ટેક્નિક)થી ચાર ચાંદ લાગી ગયા હતાં. લુક જોઈને ફેન્સને

શ્રીદેવી યાદ આવી ગયાં જાન્હવીનો લુક જોઈને ઘણા ફેન્સ અને નેટિઝન્સને તેમની માતા અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની યાદ આવી ગઈ. ઘણા ચાહકોએ કહ્યું હતું કે જાન્હવી બિલકુલ તેની માતા શ્રીદેવી જેવી દેખાઈ છે. તેણે લેયર્ડ પર્લ નેકલેસ અને મેચિંગ ડાયમંડ સ્ટડ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. ગ્લેમર માટે તેણે ગુલાબી બ્લશ અને આઇલાઇનર પસંદ કર્યું. આ કસ્ટમાઇઝ્ડ આઉટફિટ સાથે તરુણ તાહિલિયાનીએ મોડર્ન અને ટ્રેડિશનલ લુક બંનેને એકસાથે બતાવવાનો પ્રયાસ કર્યો. 'હોમબાઉન્ડ' માટે જાન્હવી પહોંચી જાન્હવી નીરજ

ઘેયવાન દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ 'હોમબાઉન્ડ' માટે કાન ફેસ્ટિવલમાં પહોંચી હતી. 'હોમબાઉન્ડ'ના બાકીના કલાકારો ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા પણ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. ઉપરાંત ફિલ્મ ડિરેક્ટર કરન જોહર ઈવેન્ટમાં ચમક્યો, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. શાલિની પાસી એ જર્મન મોડેલની કોપી કરી! આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં સોશિયલ મીડિયા પર્સનાલિટી શાલિની પાસીએ રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવ્યો. શાલિની સ્ટાઇલિશ બ્લૂ ગાઉનમાં જોવા મળી હતી,

જોકે નવાઈની વાત એ હતી કે બે દિવસ પહેલાં કાન ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર જર્મન મોડેલ સેલિના વેઇલે આ જ ગાઉન પહેર્યું હતું, પરંતુ શાલિનીએ આ ડ્રેસ એવી સ્ટાઇલમાં પહેર્યો હતો કે બધાનું ધ્યાન તેના પર કેન્દ્રિત થયું હતું, જોકે સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે જર્મન મોડેલે બે દિવસ પહેલાં આવો જ ડ્રેસ પહેર્યો હતો તો શાલિનીના ડિઝાઇનરે આવી ભૂલ કેવી રીતે કરી? શાલિની પાસીએ પણ મનીષ મલ્હોત્રાનું ગાઉન પહેર્યું હતું તેને નેટફ્લિક્સ

સિરીઝ 'ફેબ્યુલસ લાઇવ્સ વર્સિસ બોલિવૂડ વાઇવ્સ'થી લોકપ્રિયતા મળી. આ પછી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થઈ ગઈ. શાલિનીએ કાન 2025માં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલું કસ્ટમ-મેડ બ્લૂ ગાઉન પણ પહેર્યું હતું. આ ગાઉનની ખાસિયત એનો મરમેઇડ શેપ અને ટેપરિંગ કોર્સેટ હતી. આ ડ્રેસ ફેમસ કલાકાર પરેશ મૈતીની 'લોન્ગીટ્યૂડ 77' સિરીઝથી પ્રેરિત હતો, જે હિમાલયથી કન્યાકુમારી સુધીની સફર દર્શાવે છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યાં હતાં કરીનાનાં સાસુ! આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025

ચર્ચામાં છે. અત્યારસુધી ઘણા ફેમસ સ્ટાર્સે રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડી દીધો છે. એવામાં કાન ફિલ્મ ફેસ્ટિવલની શોભા વધારવા સોમવારે પીઢ એક્ટ્રેસ શર્મિલા ટાગોર અને સિમી ગરેવાલે પણ મહોત્સવમાં હાજરી આપી હતી, જ્યાં તેઓ સત્યજિત રેની ક્લાસિક બંગાળી ફિલ્મ 'અરનૈયર દિન રાતરી'ના સ્ક્રીનિંગ માટે પહોંચ્યાં હતાં. આ 1970ની ફિલ્મનું નવું 4K વર્ઝન છે. રેડ કાર્પેટ પર બંનેની હાજરીએ ઈવેન્ટમાં ચાર ચાંદ લગાડી દીધા હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Leave a Reply

Related Post