જહાન્વી કપૂરે ટ્રોલ કરનારાઓને ખખડાવી નાખ્યા: કહ્યું- 'તમે ગુલામ માનસિકતા સાથે જીવો છો;' ટ્રોલર્સે ઇન્ડિયન એક્ટર માટે 'ચાંદિવલી મેટગાલા' શબ્દપ્રયોગ કર્યો હતો

જહાન્વી કપૂરે ટ્રોલ કરનારાઓને ખખડાવી નાખ્યા:કહ્યું- 'તમે ગુલામ માનસિકતા સાથે જીવો છો;' ટ્રોલર્સે ઇન્ડિયન એક્ટર માટે 'ચાંદિવલી મેટગાલા' શબ્દપ્રયોગ કર્યો હતો
Email :

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે મેટ ગાલા 2025 માં ભારતીય સેલેબ્સની હાજરીને ટ્રોલ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. આ વર્ષે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ જેવા મોટા સેલેબ્સ મેટ ગાલામાં હાજર રહ્યા હતા, પરંતુ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેમની હાજરીની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ સેલેબ્સના કપડાં પર ટિપ્પણી કરી કે તે

ચાંદિવલીના મેટ ગાલા જેવું લાગે છે. જાહન્વી કપૂરે આપ્યો યોગ્ય જવાબ જાહન્વી કપૂરે આ વર્ષે મેટ ગાલામાં હાજરી આપી ન હતી. જોકે, તેમણે ભારતીય સેલિબ્રિટીઝ અને સંસ્કૃતિને ટ્રોલ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામની એ પોસ્ટ પર ટિપ્પણી કરી છે જેમાં સેલેબ્સને ટ્રોલ કરવામાં આવ્યા હતા. જાહન્વીએ લખ્યું, ' જ્યારે આપણે આ પ્લેટફોર્મ પર આપણા લોકોને જોઈએ છીએ,

ત્યારે તે ઓછું આકર્ષક લાગી રહ્યા છે તે વિચારવાને બદલે એ વાતે ખુશ ન થવું જોઈએ કે આપણને આખરે આપણી સાચી ઓળખ મળી રહી છે?' તેમણે આગળ કહ્યું, 'આપણા કપડાં તો શ્રેષ્ઠ હતા પરંતુ એ જોઈને હસવું આવે છે કે, આપણે આપણી જાતને નીચ માનવાું શરૂ કરી દીધું છે. સ્પષ્ટપણે, ગુલામ માનસિકતા હજુ પણ આપણી સાથે છે.'

જહાન્વી આગળ લખે છે, ''વર્ષોથી, આપણા કારીગરોનું કામ આપણા દેશની બહાર મોકલવામાં આવતું હતું અને ક્રેડિટ વિના વૈશ્વિક પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવતું હતું. આપણા કપડાં, ભરતકામ, વસ્ત્રો અને ઘરેણાં લેવામાં આવતા હતા અને અન્ય લોકો તેને પોતાની રચના તરીકે રજૂ કરતા હતા. હવે, મને ખુશી છે કે આપણા લોકો આ કાર્ય અને વારસાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા

છે. મેટ ગાલામાં આપણા કલાકારો અને કપડાં જોઈને મને જે ગર્વ થયો તેણે સમગ્ર કાર્યક્રમને વધુ જાદુઈ બનાવ્યો.'' પોસ્ટમાં સેલિબ્રિટીઝની મજાક ઉડાવવામાં આવી રહી હતી એક પોસ્ટમાં લખ્યું હતું, 'dsji, મેટમાં અચાનક આટલા બધા ભારતીયો કેવી રીતે આવી ગયા?' શું આ મેટનું "ચાંદીવલીકરણ" છે? 'મેટ ગાલા 2025'માં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા મેટ ગાલા 2025 માં ઘણા ભારતીય સ્ટાર્સે

હાજરી આપી હતી. શાહરુખ ખાન આ કાર્યક્રમમાં હાજરી આપનાર પ્રથમ ભારતીય પુરુષ એક્ટર બન્યો. કિયારા અડવાણી પ્રેગ્નેન્સી દરમિયાન મેટ ગાલા રેડ કાર્પેટ પર ચાલનારી પ્રથમ ભારતીય મહિલા બની. દિલજીત દોસાંઝે પોતાના મહારાજા લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું. પ્રિયંકા ચોપરા જોનાસ પાંચમી વખત હાજર રહી. ઉદ્યોગપતિ ઈશા અંબાણી અને ડિઝાઇનર્સ મનીષ મલ્હોત્રા, સબ્યસાચી અને મોના પટેલ પણ હાજર હતા.

Leave a Reply

Related Post