લવ બર્ડ્સ જાહન્વી-શિખરનો વીડિયો વાયરલ: લંડનમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે; બન્ને હાથમાં હાથ નાખી રસ્તા પર ફરતા જોવા મળ્યા

લવ બર્ડ્સ જાહન્વી-શિખરનો વીડિયો વાયરલ:લંડનમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે; બન્ને હાથમાં હાથ નાખી રસ્તા પર ફરતા જોવા મળ્યા
Email :

જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ લવ બર્ડ્સ લંડનમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. હવે બંનેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહ્નવી અને શિખર હાથ પકડીને રસ્તા પર ચાલતા જોવા મળે છે જાહન્વી અને શિખર પહાડિયા ઘણા સમયથી સાથે છે. બંને એકબીજાને

ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા એકબીજાને સપોર્ટ કરે છે. જાહ્નવી પણ હવે શિખર પ્રત્યેનો પોતાનો પ્રેમ છુપાવતી નથી. આ દરમિયાન, બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને એકબીજા સાથે શ્રેષ્ઠ ક્ષણોનો આનંદ માણી રહ્યા છે. ખરેખર, એક ચાહકે ગુપ્ત રીતે બંનેનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર

શેર કર્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે જાહ્નવી અને શિખર લંડનના રસ્તાઓ પર હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે. બંને એકબીજામાં એટલા ખોવાયેલા છે કે તેમને ખ્યાલ પણ ન આવ્યો કે તેમનો વીડિયો શૂટ થઈ ગયો છે. બાય ધ વે, વીડિયોમાં ખુશી કપૂર પણ જોવા મળી રહી

છે. તે બંનેની પાછળ ચાલી રહી છે. બન્ને વચ્ચે ખાસ રિલેશન છે જાન્હવી અને શિખર ઘણા સમય પહેલા રિલેશનમાં હતા. પરંતુ પછી બન્ને અલગ થઈ ગયા. ત્યાર પછી લાંબા ગાળા બાદ હવે બન્ને ફરી સાથે જોવા મળ્યા છે. કરણે કોફી વિથ કરણ શોમાં પૂછ્યું હતું કે, પ્રેમમા તમારી સફર ઘણી રસપ્રદ રહી છે. તમે

શિખરને ડેટ કરી રહ્યા હતા. પછી તમે બીજા કોઈને ડેટ કર્યું અને ફરી પાછા શિખરને ડેટ કરી રહ્યા છો. આ સાચું છે કે ખોટું? તેના જવાબમાં જાન્હવીએ કહ્યું હતું,-તમે એ ગીત સાંભળ્યું છે 'નાદાન પરિંદે ઘર આજા...' શિખર મારા માટે આ ગીત બહું ગાતો હતો જણાવી દઈએ કે, જાહન્વી ઘણી વખત શિખરના નામના

પ્રથમ અક્ષર એસનું પેન્ડેન્ટ પહેરેલી જોવા મળે છે શિખર કોણ છે? શિખર વિશે વાત કરીએ તો તે પૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેનો પૌત્ર છે. તેની માતા સ્મૃતિ શિંદે એક્ટ્રેસ રહી ચૂકી છે. જ્યારે શિખરના ભાઈ વીર પહાડિયાએ ફિલ્મ 'સ્કાય ફોર્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે જેમાં અક્ષય કુમાર, સારી અલી ખાન અને નિમૃત કૌર પણ હતા

Leave a Reply

Related Post