જયા બચ્ચનને પાપારાજીને જોઈ સૂગ ચડી!: પેપ્સને જોઈ બોલ્યાં- 'બધા ફાલતુ…બધા ગંધાતા છે…'; એક્ટ્રેસ દિવંગત રોનો મુખર્જીની પ્રાર્થના સભામાં ગયાં હતાં

જયા બચ્ચનને પાપારાજીને જોઈ સૂગ ચડી!:પેપ્સને જોઈ બોલ્યાં- 'બધા ફાલતુ…બધા ગંધાતા છે…'; એક્ટ્રેસ દિવંગત રોનો મુખર્જીની પ્રાર્થના સભામાં ગયાં હતાં
Email :

પાપારાઝી અને એક્ટ્રેસ, સપા સાંસદ જયા બચ્ચન વચ્ચે ઝઘડાના સમાચાર નવા નથી. તે ઘણા અલગ અલગ પ્રસંગોએ પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી છે. તાજેતરમાં ફરી એકવાર આવું જોવા મળ્યું. વાત એમ હતી કે, 3 જૂને, દિવંગત ડિરેક્ટર રોનો મુખર્જી માટે પ્રાર્થના સભા યોજાઈ હતી. જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, કાજોલ ઉપરાંત, ઘણા

અન્ય સ્ટાર્સે પણ તેમાં ભાગ લીધો હતો. પ્રાર્થના સભામાં હાજરી આપવા આવેલા સ્ટાર્સને કેમેરામાં કંડારવા કરવા માટે પાપારાઝી પણ ત્યાં હાજર હતા. જયા બચ્ચનને આ ગમ્યું નહીં. જ્યારે જયા રોનો મુખર્જીના પુત્ર સમ્રાટ મુખર્જી સાથે સીડીઓ પરથી નીચે ઊતરી રહ્યાં હતાં, ત્યારે પાપારાઝીઓએ તેમને ઘેરી લીધા. આના પર જયા સમ્રાટને બંગાળીમાં

પૂછે છે કે તમે તેમને કેમ ફોન કર્યો? સમ્રાટ તેમને બંગાળીમાં જવાબ આપે છે કે મેં તેમને ફોન નથી કર્યો. બીજા એક વીડિયોમાં, જયા પુત્રી શ્વેતા સાથે તેની કારની રાહ જોતી જોવા મળે છે. કારમાં બેસતાં પહેલાં, તે પાપારાઝીને કહે છે - 'તમે લોકો પણ સાથે આવો. આવો.' પછી તે ગણગણાટ કરે

છે - 'બકવાસ બધા, ગંદા ગંદા બધા.' આવું કરવા પાછળનું કારણ ક્લોસ્ટ્રોફોબિયા નામનો રોગ છે જયા બચ્ચનના આ વર્તન પર અભિષેક બચ્ચને 2019 માં કોફી વિથ કરણ માં ખુલાસો કર્યો હતો કે જયાને ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ ભીડ જોઈને પરેશાન થઈ જાય છે અને

પોતાનું સંતુલન ગુમાવી દે છે. ક્યારેક તે બેભાન પણ થઈ જાય છે. અભિષેકે કહ્યું હતું કે જ્યારે તે તેની સાથે બહાર જાય છે, ત્યારે તે પ્રાર્થના કરે છે કે રસ્તામાં તેને પાપારાઝી ન મળે. તેણે એમ પણ કહ્યું હતું કે જયાને કોઈ પૂછ્યા વગર તેનો ફોટો ક્લિક કરે તે પસંદ નથી. રોનો

મુખર્જીની વાત કરીએ તો, તેમનું ગયા અઠવાડિયે કાર્ડિયો અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેમણે 'હૈવાન', 'તુ હી મેરી ઝિંદગી' જેવી ફિલ્મો બનાવી હતી. રોનો કાજોલ, રાની મુખર્જી, અયાન મુખર્જીના કાકા હતા. 'બોર્ડર' ફિલ્મમાં દેખાતી એક્ટ્રેસ શરબાની મુખર્જી તેમની પુત્રી છે. થોડા મહિના પહેલા તેમના નાના ભાઈ દેબ મુખર્જીનું પણ અવસાન થયું હતું.

Leave a Reply

Related Post