ન્યુ ગુજરાતના અહેવાલ બાદ ઝાલોદ નગરપાલિકા એક્શનમાં: શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે પતરાનો સેડ બનાવનાર વેપારીને નોટિસ ફટકારી, તાત્કાલિક દબાણ દૂર કરવા આદેશ

ન્યુ ગુજરાતના અહેવાલ બાદ ઝાલોદ નગરપાલિકા એક્શનમાં:શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે પતરાનો સેડ બનાવનાર વેપારીને નોટિસ ફટકારી, તાત્કાલિક દબાણ દૂર કરવા આદેશ
Email :

ઝાલોદ નગરપાલિકાના ભરત ટાવર પાસેના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પહેલા માળે દુકાન નંબર 3ના માલિક બાલકરામભાઈએ નગરપાલિકાની મંજૂરી વગર પાંચ દુકાનો સુધી પતરાનો સેડ બનાવ્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે વેપારી અશોકકુમાર બંબાણીને નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ, વેપારીએ કરારની શરતોનો ભંગ કર્યો છે. તેમણે દુકાનનો માલસામાન

બહાર મૂકીને અવરજવરના માર્ગમાં અવરોધ ઊભો કર્યો છે. આ શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં છે. થોડા વર્ષો પહેલા પાલિકાએ દુકાનદારોની સુવિધા માટે પહેલા માળે ગેલેરીની લંબાઈ વધારી હતી. પરંતુ ગેરકાયદે સેડના કારણે અન્ય દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. શોપિંગ સેન્ટરના અન્ય દુકાનદારોએ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી

છે. તેઓ નિયમિત ભાડું ચૂકવે છે અને ગેરકાયદે સેડના કારણે તેમને મુશ્કેલી પડે છે. તેમણે આ સેડ દૂર કરવાની માંગણી કરી છે. નગરપાલિકાએ વેપારીને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સેડ દૂર કરવામાં નહીં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં થનાર નુકસાનની જવાબદારી વેપારીની રહેશે.

Related Post