જસ્ટિન ટ્રુડોએ હાથમાં ખુરશી લઈને સંસદ છોડી: કેમેરા સામે જીભ બતાવી, વિદાય ભાષણમાં ભાવુક પણ થયા; ફોટો વાઇરલ

જસ્ટિન ટ્રુડોએ હાથમાં ખુરશી લઈને સંસદ છોડી:કેમેરા સામે જીભ બતાવી, વિદાય ભાષણમાં ભાવુક પણ થયા; ફોટો વાઇરલ
Email :

સોમવારે લિબરલ પાર્ટીના સંમેલનમાં કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ તેમનું વિદાય ભાષણ આપ્યું. આ પછી તેમણે પોતાની ખુરશી ઉપાડી અને સંસદમાંથી બહાર નીકળી ગયા. આનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુરશી સાથે જોવા મળી રહ્યા છે અને કેમેરા તરફ પોતાની જીભ બતાવી રહ્યા છે. કેનેડિયન અખબાર ટોરોન્ટો સન માટે રાજકીય લેખક બ્રાયન લીલીએ X- પર લખ્યું. પરંપરાગત

રીતે કેનેડિયન સાંસદોને સંસદ છોડતી વખતે તેમની ખુરશીઓ સાથે લઈ જવાની મંજૂરી હોય છે. મને આ પરંપરા ગમે છે. છતાં ટ્રુડોનો આ ફોટો વિચિત્ર છે. કદાચ આ ટૂંક સમયમાં ચૂંટણીઓ આવવાનો સંકેત છે. ટ્રુડોએ કહ્યું કે, ગયા વર્ષે તેમણે જે કર્યું તેના પર તેમને ગર્વ ટ્રુડો પણ તેમના વિદાય ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા. જસ્ટિન ટ્રુડોએ પીએમ તરીકે છેલ્લી વખત પાર્ટી અને તેમના સમર્થકોને

સંબોધિત કર્યા. તેમણે કહ્યું- મને ખોટું ન સમજો, છેલ્લા 10 વર્ષમાં અમે જે કર્યું છે તેના પર મને ખૂબ ગર્વ છે, પરંતુ આજની રાત એક પક્ષ તરીકે, એક દેશ તરીકે આપણા ભવિષ્ય વિશે છે. ટ્રુડોએ સમર્થકોને સક્રિય રહેવા વિનંતી કરી. તમારા દેશને તમારી પહેલા કરતાં વધુ જરૂર છે. ઉદારવાદીઓ આ ક્ષણે ઉભા થશે. આ રાષ્ટ્રને વ્યાખ્યાયિત કરતી ક્ષણ છે. લોકશાહી અને સ્વતંત્રતા માટે

સતત પ્રયત્નોની જરૂર પડે છે. તે હિંમત, બલિદાન, આશા અને સખત મહેનત લે છે. ટ્રુડોએ કહ્યું કે અમે છેલ્લા 10 વર્ષમાં પ્રાપ્ત થયેલી બધી મહાન બાબતોને અવગણવી ન જોઈએ. તેના બદલે, આપણે આગામી 10 વર્ષ અને આવનારા દાયકાઓમાં વધુ હાંસલ કરવા માટે પ્રેરિત થવું જોઈએ. માર્ક કાર્ને કેનેડાના આગામી પીએમ તરીકે ચૂંટાયા માર્ક કાર્ની કેનેડાના આગામી વડાપ્રધાન બનશે. તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. રવિવારે

મોડી રાત્રે લિબરલ પાર્ટીએ તેમને પોતાના નેતા તરીકે ચૂંટ્યા. કાર્નેને 85.9% મત મળ્યા. કાર્નેએ પીએમ પદની રેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, ભૂતપૂર્વ સરકારી ગૃહ નેતા કરીના ગોલ્ડ અને ભૂતપૂર્વ સંસદ સભ્ય ફ્રેન્ક બેલિસને હરાવ્યા. તેઓ પહેલા કેનેડાના વડાપ્રધાન હશે જેમને કોઈ પણ કાયદાકીય કે કેબિનેટ અનુભવ નહીં હોય. કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ને વિશે જાણો... એક બેંકર અને અર્થશાસ્ત્રી છે કાર્ને માર્ક કાર્ને એક અર્થશાસ્ત્રી

અને ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર છે. કાર્ને 2008માં બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે ચૂંટાયા હતા. કેનેડાને મંદીમાંથી બહાર કાઢવા માટે તેમણે લીધેલા પગલાંને કારણે, બેંક ઓફ ઇંગ્લેન્ડે તેમને 2013માં ગવર્નર પદની ઓફર કરી. બેંક ઓફ ઇંગ્લેન્ડના 300 વર્ષના ઇતિહાસમાં આ જવાબદારી સોંપવામાં આવનાર તેઓ પ્રથમ બિન-બ્રિટિશ નાગરિક હતા. તેઓ 2020 સુધી તેની સાથે જોડાયેલા રહ્યા. બ્રેક્ઝિટ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોએ તેમને બ્રિટનમાં પ્રખ્યાત બનાવ્યા.

Related Post