કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન: કેન્સરની લાંબી સારવાર બાદ અંતિમશ્વાસ લીધા; વતન નગરાસણ ગામે પંચમહાભૂતમાં વિલિન

કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન:કેન્સરની લાંબી સારવાર બાદ અંતિમશ્વાસ લીધા; વતન નગરાસણ ગામે પંચમહાભૂતમાં વિલિન
Email :

કડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ગઈકાલે(3 ફેબ્રુઆરી) તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમશ્વાસ લીધા હતા. જે બાદ તેમના વતન નગરાસણ ગામે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરાયા. અવસાનના સમાચાર મળતાં જ મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ,

નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા. સમગ્ર કડી પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકીય વર્તુળોમાં '108' તરીકે જાણીતા કરશનભાઈ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. સી.આર.પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું સી.આર.પાટીલે તેમના અવસાનનું દુ:ખ વ્યક્ત કરતાં સોશિયલ

મીડિયા પર જણાવ્યું હતું કે, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનાં દુ:ખદ નિધનથી વ્યથિત છું, ઇશ્વર દિવંગતના આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. એમણે કરેલા સેવાનાં કાર્યોની સુગંધ સદાય ચોમેર પ્રસરતી રહેશે. ઓમ શાંતિ ! ગુજરાત રાજકારણમાં એક અનુભવી નેતાની ખોટ કરશનભાઈએ તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન કડી વિસ્તારના વિકાસ માટે

નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ સતત બે ટર્મથી વિધાનસભામાં ચૂંટાઈને આવતા હતા, જે તેમની લોકપ્રિયતા અને કાર્યક્ષમતાનો પુરાવો છે. તેમના અવસાનથી ગુજરાત રાજકારણમાં એક અનુભવી નેતાની ખોટ સર્જાઈ છે. કરશન સોલંકી પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. તેમના મત વિસ્તારમાં નાનામાં

નાના વ્યક્તિને ખૂબ સરળતાથી મળતા. લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા. ત્યારે તેમની આકસ્મિક વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે. કરશન સોલંકી હંમેશાં સાદગીભર્યું જીવન જીવ્યા કરશનભાઇ સોલંકી વ્યવસાયે ખેડૂત હતા અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા. માત્ર શાળાકીય શિક્ષણ મેળવનાર કરશનભાઇ દરેક જગ્યાએ ચાલતા જતા હતા. તેઓ આખી જિંદગી કડી તાલુકાના નગરાસણ ગામમાં રહ્યા અને 60

વર્ષની વયે કડીના ધારાસભ્ય બન્યા. રસપ્રદ વાત એ છે કે, આ એ સીટ હતી જ્યાંથી લોકપ્રિય ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા હારી ગયા હતા. રાજકીય કારકિર્દી તેમના અવસાનના સમાચાર મળતા જ ભાજપના કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના નિધનને લઇ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.

Related Post