કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ: 70 લાખની વસૂલાત માટે પિતા-પુત્રનું અપહરણ કરી 17 દિવસ ગોંધી રાખ્યા, ઈઝરાયલથી મહિલાએ મદદ માગી

કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ:70 લાખની વસૂલાત માટે પિતા-પુત્રનું અપહરણ કરી 17 દિવસ ગોંધી રાખ્યા, ઈઝરાયલથી મહિલાએ મદદ માગી
Email :

પોરબંદરના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાનાં કાકી હીરલબા જાડેજા સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાર્બર મરીન પોલીસે મંગળવારે મોડીસાંજે કાંધલનાં કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરી હતી. આરોપીઓએ ફરિયાદી સહિત 3 લોકોનું ​​​​​​ અપહરણ કરીને 17 દિવસથી હીરલબાના બંગલામાં ગોંધી રાખ્યા હતા. કુછડી ગામની અને હાલ ઇઝરાઇલ ખાતે રહેતી લીલુબેન ઓડેદરા નામની મહિલાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કરીને મદદ માગી હતી. પોલીસે હીરલબા જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. મહિલાના પિતા, પતિ અને પુત્રનું અપહરણ કરી હીરલબાના બંગલે 17 દિવસ ગોંધી રાખ્યા પોરબંદર

કુછડી ગામના ભનાભાઈ ઓડેદરા (64)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હીરલબા જાડેજા અને અન્ય આરોપીઓએ તેમના ઘરે રાત્રે ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ મહિલાના પિતા, પતિ અને પુત્રનું અપહરણ કરી હીરલબાના બંગલે લઈ ગયા હતા. અંદાજે 17 દિવસથી વધુ સુધી તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. ઇઝરાયલમાં રહેતી મહિલાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો મૂળ પોરબંદર નજીકના કુછડી ગામની અને હાલ ઇઝરાયલ ખાતે રહેતી લીલુબેન ઓડેદરાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કર્યો હતો, જેમાં હીરલબા જાડેજા સામે અપહરણ અને પૈસાની લેતી-દેતી બાબતે આક્ષેપો કર્યા હતા તથા મદદ માગતી હતી. એને લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી અને મંગળવારે

મોડીસાંજે હીરલબા જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની વિગત અપહરણ કરી રૂપિયા કઢાવવા માટે દબાણ કર્યું ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે હીરલબા જાડેજા સહિતના આરોપીઓએ રાત્રિના ભનુભાઇના ઘરમાં ઘૂસી પરિવારના ત્રણ સભ્યોનું અપહરણ કરી ભનુભાઇની દીકરીએ લીધેલા સિત્તેર લાખ રૂપિયા કઢાવવા ધમકીઓ આપી હતી. આરોપી હીરલબા જાડેજાના બંગલે લઇ જઇ હીરલબાની સામે આરોપી હિતેશ ઓડેદરા તથા વિજય ઓડેદરાએ ભનુભાઇની દીકરી સાથે તથા જમાઇની વીડિયો કોલમાં વાત કરાવી રૂપિયા કઢાવવા માટે દબાણ કર્યું હતું. કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજા અન્ય ઈસમો સામે ગુનો દાખલ આ બનાવમાં પોલીસે ભનાભાઇ અરજણભાઇ ઓડેદરાની ફરિયાદના આધારે હાર્બર મરીનની પોલીસ સ્ટેશનમાં હીરલબા

જાડેજા તથા હિતેશ ભીમાભાઇ ઓડેદરા તથા વિજય ભીમાભાઇ ઓડેદરા તથા અન્ય ચારથી પાંચ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓએ કુલ-11 કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી આરોપીઓએ અપહૃત લોકોને જમીન, કમાન, પ્લોટ, દાગીના વગેરે આપી દેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હિતેશ ઓડેદરાએ બળજબરીથી અલગ-અલગ કુલ-11 કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી તેમજ વિજય ઓડેદરાએ ફરિયાદીની દીકરીની મૃતક દીકરીની નિશાની માટે રાખેલા આશરે દોઢેક લાખના દાગીના લઇ લીધા હતા. મહિલાએ વીડિયો બનાવી મદદ માગતાં પોલીસે તપાસ શરૂ કરી પોરબંદરના એસપી બી. યુ. જાડેજાએ જણાવ્યું હતું કે 4 દિવસ પહેલાં એક વીડિયો વાઇરલ થયેલો, જેમાં

મહિલાએ પોતે ઇઝરાયલ હોવાનું જણાવ્યું છે. મહિલાની બહેન સગીર પુત્ર અને પતિને હીરલબા જાડેજાએ ગોંધી રાખવાની વાત વીડિયોમાં કરી હતી. મહિલાએ પોલીસ અને સરકારને આજીજી કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ કરી હતી. ફરિયાદીના જમાઇને 17 દિવસ સુધી તથા ફરિયાદીની દીકરીના દીકરા રણજિતને બાર દિવસ સુધી બળજબરીથી 70 લાખ રૂપિયા કઢાવી લેવા માટે હીરલબા જાડેજાના બંગલે ગોંધી રાખી ગુનો કર્યા હોવાનું સામે આવ્યું છે. એના આધારે પોલીસે હીરલબા જાડેજાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. 17 દિવસથી ગોંધી રાખીને માનસિક ત્રાસ આપ્યો 11થી 27 તારીખ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. 17 દિવસથી ગોંધી રાખેલા, જેમને માનસિક

ત્રાસ આપ્યો હતો, અપહૃત ફરિયાદી વિરુદ્ધ બોલવા તૈયાર નહોતા. ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી, જે બાબતે હીરલબા અને સંજય ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે એટલે ફરિયાદીઓ કોઈ બોલવા તૈયાર નથી હીરલબાના બંગલેથી દસ્તાવેજો કબજે કર્યા વધુમાં એસપીએ કહ્યું હતું કે આજે આરોપીઓને વિધિવત્ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માગણી કરશે. હીરલબાના ઘરેથી મોબાઈલ, લેપટોપ, પેનડ્રાઈવ અને કીમતી દસ્તાવેજો પોલીસે કબ્જે કર્યા છે. હાલ લીલુબેન ઇઝરાઇલમાં છે અને વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સંપર્ક કરી નિવેદન લેવામાં આવ્યાં છે. હીરલબાના ઘરના સીસીટીવી કેમેરા બંધ છે. શહેરના સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Related Post