કંગના રનૌતને વીજબિલ જોઈ ઝટકો લાગ્યો!: એક્ટ્રેસે કહ્યું- મારા બંધ ઘરનું લાઈટ બિલ એક લાખ રૂપિયા આવ્યું, સુખુ સરકારને બરોબરની ઘેરી

કંગના રનૌતને વીજબિલ જોઈ ઝટકો લાગ્યો!:એક્ટ્રેસે કહ્યું- મારા બંધ ઘરનું લાઈટ બિલ એક લાખ રૂપિયા આવ્યું, સુખુ સરકારને બરોબરની ઘેરી
Email :

ફેમસ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેની સંસદીય ફરજો અને તેના ફિલ્મ પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં હાલ એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના ઘરના વિજબીલનો ઉલ્લેખ કરી હિમાચલ પ્રદેશની સુખુ સરકારને બરોબરની ઘેરી છે. 'મારા બંધ ઘરનું લાઈટ બિલ એક લાખ રૂપિયા આવ્યું' તાજેતરમાં એક્ટ્રેસે હિમાચલ પ્રદેશના મંડીમાં એક રાજકીય કાર્યક્રમમાં હાજરી

આપી હતી. અહીં કંગનાએ તેના મનાલીના ઘરના વીજળીના બિલની વાત કરી હતી. બિલ અંગે દાવો કરતા કંગના રનૌતે કહ્યું કે- મારું મનાલીનું ઘર જે લાંબા સમયથી બંધ છે તેનું લાઈટ બિલ એક લાખ રૂપિયા આવ્યું છે. હાલ અહીં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આપણે તે વાંચીએ છીએ અને જે થઈ રહ્યું છે તેના પર શરમ

અનુભવીએ છીએ પણ આપણી પાસે એક તક છે, તમે બધા જે મારા ભાઈઓ અને બહેનો છો, તમે લોકો ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરો છો, તે ખૂબ જ સારી વાત છે. આ સાથે તેમણે હિમાચલ પ્રદેશની સરકારની ટીકા કરી હતી. પોતાના ભાષણમાં કંગનાએ દરેકને રાજ્યના ભલા માટે કામ કરવા કહ્યું. તેમણે કહ્યું કે- તેમણે વધુમાં કહ્યું કે- આ

દેશને, આ રાજ્યને પ્રગતિના માર્ગ પર લઈ જવાની જવાબદારી આપણા બધાની છે. હું કહીશ કે આ લોકો જંગલી જાનવર છે અને મનાલીના લોકોએ તેમના ચુંગાલમાંથી બહાર નીકળવું પડશે. રાજકારણ અને બોલિવૂડ પરના નિવેદનોએ તેને કોન્ટ્રોવર્સી ક્વીન બનાવી કંગનાએ ન્યુ ગુજરાતને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે - મેં હંમેશા ઇન્ડસ્ટ્રીમાં પ્રવર્તતા સેક્સિઝમ, નેપોટિઝમ અને આઇટમ નંબર્સ વિરુદ્ધ

વાત કરી છે. મી ટુ મૂવમેન્ટ દરમિયાન પણ મેં ઘણા લોકોને ખુલ્લા પાડ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સમયે પણ મેં ઘણા ખુલાસા કર્યા હતા, જેના કારણે ઘણા લોકો નારાજ હતા. કંગના રનૌતનું વર્કફ્રન્ટ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતે મંડી બેઠક પરથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી. એક્ટ્રેસ સાથે હવે તે સાંસદ પણ છે. કંગના રનૌતના બોલિવૂડ

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની છેલ્લી ફિલ્મ 'ઇમર્જન્સી' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે દર્શકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે જેમાં તે આર. માધવન (તનુ વેડ્સ મનુ 3) સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તે ફરી એકવાર તનુના પાત્રમાં જોવા મળશે. એક્ટ્રેસે તેના આગામી પ્રોજેક્ટ 'ભારત ભાગ્ય વિધાતા'ની પણ જાહેરાત કરી હતી.

Leave a Reply

Related Post