'હું કોઈના પ્રેમમાં નથી પડ્યો': કાર્તિક આર્યને કહ્યું- રિલેશનશિપની વાતો તદ્દન અફવા છે; એક્ટરનું શ્રીલીલા સાથે નામ જોડાયું હતું

'હું કોઈના પ્રેમમાં નથી પડ્યો':કાર્તિક આર્યને કહ્યું- રિલેશનશિપની વાતો તદ્દન અફવા છે; એક્ટરનું શ્રીલીલા સાથે નામ જોડાયું હતું
Email :

હાલ કાર્તિક આર્યન એક અનટાઈટલ્ડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ સંબંધિત તસવીરો અને વીડિયો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે કાર્તિક તેની અનટાઇટલ્ડ ફિલ્મની કો-એક્ટ્રેસ શ્રીલીલાને ડેટ કરી રહ્યો છે, જે તેનાથી 11 વર્ષ નાની છે. એક ઇન્ટરવ્યૂમાં, એક્ટરે

તેના રિલેશનશિપ સ્ટેટસ અને 50 કરોડ રૂપિયા ફી વસૂલવાની અફવાઓ વિશે વાત કરી. ફિલ્મફેર સાથેની એક મુલાકાત દરમિયાન આ વિશે વાત કરતાં તેણે કહ્યું, હાલ તો હું સિંગલ છું અને કોઈને ડેટ નથી કરી રહ્યો. અગાઉ, મારા રિલેશનશિપ વિશે ઘણી અફવાઓ ઊડી રહી હતી, જેમાંથી કેટલીક સાચી હતી અને કેટલીક ખોટી

હતી. તે સમયે, મારા માટે આ વિચાર નવો હતો. લોકો મને કોઈની પણ સાથે રોમેન્ટિક રીતે જોડતા. મેં તેના પર બહુ ધ્યાન આપ્યું નહીં. મીડિયા ઘણીવાર એક જ ફોટાના આધારે સ્ટોરીઓ બનાવી દેતી. મને મારી ડેટિંગ લાઈફ વિશે મીડિયા તરફથી અપડેટ્સ મળતા રહેતા હતા. સમય જતાં, મને સમજાયું કે આવી પરિસ્થિતિઓનો સામનો

કરવા માટે મારે વધુ કાળજી રાખવાની જરૂર છે. એક્ટરે એવી અફવાઓ પર પણ કોમેન્ટ કરી કે તે એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ પ્રશ્નના જવાબમાં કાર્તિકે પૂછ્યું, 'શું હું એકમાત્ર એવો એક્ટર છું જેની ફી આટલી ઊંચી છે?' કોઈ બીજા વિશે લખતું નથી પણ બધા મારા વિશે

લખે છે. તેણે વધુમાં કહ્યું કે આ એટલા માટે છે કારણ કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં મારો કોઈ સ્પોક્સપર્સન નથી કે પરિવાર નથી. મારા વિશે પોઝિટિવિટી ફેલાવવા માટે ઇન્ડસ્ટ્રીમાં મારા કાકા, પિતા, બહેન કે મારી ગર્લફ્રેન્ડ નથી. આ સમાચાર બીજે ક્યાંકથી આવી રહ્યા છે. મને કંઈપણ સાબિત કરવાની જરૂર નથી. કેટલાક લોકો એ વિચારથી

ચિડાઈ જાય છે અને પછી તેઓ તે વ્યક્તિ વિશે સ્ટોરી બનાવવાનો પ્રયાસ કરે છે. એવા અહેવાલો હતા કે એક્ટરને કરન જોહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'તુ મેરી મૈં તેરા, મૈં તેરા તું મેરી' માટે ફી તરીકે 50 કરોડ રૂપિયા મળ્યાં છે. તાજેતરમાં કરન જોહરે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું.

Leave a Reply

Related Post