ખંભાત તાલુકા પંચાયતનું 1.43 અબજનું પુરાંતવાળું બજેટ મંજૂર: વર્ષ 2024-25નું સુધારેલું અને 2025-26નું અસલ અંદાજપત્ર સર્વાનુમતે પસાર

ખંભાત તાલુકા પંચાયતનું 1.43 અબજનું પુરાંતવાળું બજેટ મંજૂર:વર્ષ 2024-25નું સુધારેલું અને 2025-26નું અસલ અંદાજપત્ર સર્વાનુમતે પસાર
Email :

ખંભાત તાલુકા પંચાયત ખાતે મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ શિવાનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 માટેનું સુધારેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી નાણાકીય વર્ષ 2025-26 માટેનું

અસલ અંદાજપત્ર પણ રજૂ થયું હતું. સભામાં રજૂ થયેલા બજેટમાં કુલ રૂ. 1 અબજ 43 કરોડ 26 લાખ 61 હજાર 700નું પુરાંતવાળું અંદાજપત્ર સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ખાસ કરીને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના

વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયત દ્વારા આ બજેટમાંથી ગ્રામ્ય વિસ્તારના લોકોના વિકાસ અને સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. આ બજેટથી ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અને જનકલ્યાણના કાર્યોને વેગ મળશે.

Leave a Reply

Related Post