આજે કોલકાતા vs ગુજરાત: બંને ટીમો 5મી વખત સામસામે; કોલકાતામાં બીજી વખત ટકરાશે

આજે કોલકાતા vs ગુજરાત:બંને ટીમો 5મી વખત સામસામે; કોલકાતામાં બીજી વખત ટકરાશે
Email :

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 39મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાશે. આ સિઝનમાં ગુજરાતની ટીમ 7 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRનું પ્રદર્શન આ સિઝનમાં એટલું સારું રહ્યું નથી. કોલકાતાની ટીમ 7 મેચમાં 3

જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો પાંચમી વખત એકબીજા સામે ટકરાશે IPLમાં ટાઇટન્સ અને નાઈટ રાઇડર્સ પાંચમી વખત આમને-સામને થશે. અત્યાર સુધીમાં બંને વચ્ચે 4 IPL મેચ રમાઈ ચૂકી છે. ગુજરાતે 2 અને કોલકાતાએ 1 જીત મેળવી. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બંને ટીમો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક

વાર ટકરાઈ હતી, તે મેચમાં KKR 3 વિકેટથી જીતી ગયું હતું. રહાણે KKRનો ટોપ સ્કોરર કેપ્ટન અજિંક્ય રહાણે KKRનો ટોપ સ્કોરર છે. તેણે 7 મેચમાં કુલ 221 રન બનાવ્યા છે. પોતાની ડેબ્યૂ મેચમાં તેણે RCB સામે 31 બોલમાં 56 રનની અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 7 મેચમાં 10 વિકેટ લીધી છે. તે KKRનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. સુદર્શન GT માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

ગુજરાત ટાઇટન્સનો બેટ્સમેન સાઇ સુદર્શન ટીમનો ટોપ સ્કોરર છે. તેણે 7 મેચમાં કુલ 365 રન બનાવ્યા છે. સુદર્શને આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 અડધી સદી ફટકારી છે. આ સિઝનમાં તે બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. જ્યારે બોલરોમાં પ્રસિદ્ધ ક્રિષ્ના ટોચ પર છે. તેણે 7 મેચમાં કુલ 14 વિકેટ લીધી છે. તેણે પંજાબ કિંગ્સ સામે 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. પિચ રિપોર્ટ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની

પિચ બેટિંગ માટે અનુકૂળ છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 96 IPL મેચ રમાઈ ચૂકી છે. અહીં પહેલા બેટિંગ કરતી ટીમોએ 40 મેચ જીતી છે અને પીછો કરતી ટીમોએ 56 મેચ જીતી છે. આ સ્ટેડિયમનો સૌથી વધુ ટીમ સ્કોર 262/2 છે, જે પંજાબ કિંગ્સે ગયા સિઝનમાં કોલકાતા સામે બનાવ્યો હતો. વેધર કન્ડિશન 21 એપ્રિલે કોલકાતામાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. દિવસભર તડકો રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. આ દિવસે અહીં તાપમાન

27 થી 36 ડિગ્રીની વચ્ચે રહેવાની ધારણા છે. બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-12 ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર( વિકેટકીપર), શાહરૂખ ખાન, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, અરશદ ખાન, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઇશાંત શર્મા, શેરફેન રધરફર્ડ. કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, એનરિક નોકિયા, અંગક્રિશ રઘુવંશી.

Leave a Reply

Related Post