IPLમાં આજે SRH Vs DC: હૈદરાબાદ માટે કરો યા મરો મેચ; દિલ્હી ટૉપ-4માં સ્થાન મેળવી શકે છે

IPLમાં આજે SRH Vs DC:હૈદરાબાદ માટે કરો યા મરો મેચ; દિલ્હી ટૉપ-4માં સ્થાન મેળવી શકે છે
Email :

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 55મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ સિઝનમાં બંને ટીમ વચ્ચે આ બીજો મુકાબલો છે. છેલ્લી મેચમાં દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. અક્ષર પટેલના નેતૃત્વ હેઠળ DC આ મેચ જીતીને ટૉપ-5માં રહેવા માંગશે; ટીમ સારા રન રેટ સાથે જીતીને ટોપ-4માં પણ પ્રવેશ કરી શકે છે. ટીમના 10 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ છે. તે જ સમયે, પેટ કમિન્સની

આગેવાની હેઠળની SRH માટે આ છેલ્લી તક છે, જે લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જો ટીમ આજે હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. હૈદરાબાદના 10 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ છે. મેચ ડિટેઇલ્સ, 55મી મેચ SRH Vs DC તારીખ- 5 મે સ્ટેડિયમ- રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદ સમય: ટૉસ - સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ - સાંજે 7:30 વાગ્યે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં દિલ્હીએ છેલ્લી બે મેચ જીતી હતી સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 25 IPL મેચ

રમાઈ છે. SRHએ 13 મેચ જીતી છે. જ્યારે દિલ્હીએ 12 મેચ જીતી છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમ 6 વખત એકબીજા સામે ટકરાઈ હતી. બંનેએ 3-3 વાર જીત મેળવી. હૈદરાબાદ 2019 થી અહીં દિલ્હીને હરાવી શક્યું નથી. ટીમ છેલ્લે 2018માં જીતી હતી. આ પછી, 2 મેચ રમાઈ અને દિલ્હી બંનેમાં જીત્યું. અભિષેકે છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી SRH માટે ઓપનર અભિષેક શર્મા સૌથી વધુ સ્કોરર છે. તેણે 10 મેચમાં 300 થી વધુ રન બનાવ્યા છે. અભિષેકે છેલ્લી મેચમાં ગુજરાત સામે 41

બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. હેનરિક ક્લાસેન બીજા નંબરે છે. તેણે 10 મેચમાં 311 રન બનાવ્યા છે. હર્ષલ પટેલે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. હર્ષલ ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 9 મેચમાં 13 વિકેટ લીધી છે. દિલ્હી તરફથી રાહુલે સૌથી વધુ રન બનાવ્યા દિલ્હીનો ટૉપ ઓર્ડર બેટર કેએલ રાહુલ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રાહુલે છેલ્લી 9 મેચમાં 371 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. અભિષેક પોરેલ બીજા નંબરે

છે. પોરેલના બેટે 10 મેચમાં 257 રન બનાવ્યા છે. બોલિંગમાં મિચેલ સ્ટાર્ક 14 વિકેટ સાથે ટોચ પર છે. પિચ રિપોર્ટ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ બેટર્સને મદદ કરે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 82 IPL મેચ રમાઈ છે, જેમાંથી 35 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી હતી અને 47 મેચ ચેઝ કરતી ટીમે જીતી હતી. અહીં સૌથી વધુ ટીમ સ્કોર 286/6 છે, જે આ વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદેરાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. હવામાન પરિસ્થિતિઓ 5 મેના રોજ હૈદરાબાદમાં વરસાદની 55% શક્યતા છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ

રહેશે. તાપમાન 26 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. પવન 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઝીશાન અંસારી, મોહમ્મદ શમી, ટ્રેવિસ હેડ. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા/થંગારાસુ નટરાજન, આશુતોષ શર્મા.

Leave a Reply

Related Post