Know કયા Vitaminની ઉણપ નસ દુખાવાની ભયંકર પીડાનું બને છે કારણ:

Know કયા Vitaminની ઉણપ નસ દુખાવાની ભયંકર પીડાનું બને છે કારણ
Email :

આપણે અનેક વખત લોકોના મોઢે સાંભળીએ છીએ કે રાત્રે અચાનક નસમાં દુઃખાવો થતા મારી ઊંઘ બગડી ગઈ છે. રાત્રે સૂતા પહેલા દૂધ જેવો પૌષ્ટિક આહાર લીધા બાદ પણ ઊંઘ બગડે છે. ઊંઘ દરમિયાન નસમાં અચાનક દુખાવો થતા પીડા થવા લાગે છે. આ દુખાવો માસપેશીઓ ખેંચાવા કે ક્રેમ્પ્સ જેવા અનેક કારણોથી થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતના મતે ઉંઘ દરમિયાન નસમાં થતો આ દુખાવો કોઈ ઇજાના કારણે નહીં પરંતુ કેટલાક વિટામિનોની ઉણપની અસર હોઈ શકે છે. ઊંઘ દરમિયાન એડીમાં દુખાવો થવાનું આ પણ કારણ હોઈ શકે છે. 

આરોગ્ય નિષ્ણાતના મતે આ વિટામિનોની ઉણપને કારણે શરીરમાં નસ દુખાવા જેવી ભયંકર પીડા જોવા મળી શકે છે. 

વિટામિન B1 (થાયામિન) શરીરને એ આવશ્યક પોષક તત્ત્વો પૂરાં પાડે છે. આ વિટામિનની ઉણપથી થાક, નસોના દુખાવા અને ન્યુરોપેથી જેવી તકલીફો સર્જી શકે છે.

વિટામિન B6 (પિરિડોક્સિન) શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B6 ઉણપના કારણે નસોની સંવેદના પર અસર થાય છે, જેના કારણે આખા શરીરમાં દુખાવો કે કરંટ જેવો અનુભવ થઈ શકે છે.

વિટામિન B12 નસોને પોષણ પૂરું પાડવા માટે અગત્યનું છે. તેની ઉણપથી ટાંકાવાળું દુખાવો, ઊંઘ દરમિયાન ખીંચાવ અને કમજોર નસો થઈ શકે છે. વિટામિન બી12ની ઉણપથી હાથ કે પગમાં 'સોય અને સોય' જેવી કળતરની સંવેદના થઈ શકે છે. આ લક્ષણ એટલા માટે થાય છે કારણ કે આ વિટામિન આપણા નર્વસ સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 
વિટામિન D નસ અને હાડકાંના આરોગ્ય માટે જરૂરી છે. ઉણપ હોવાથી પગમાં દુખાવો, ક્રેમ્પ્સ અને નસોની તકલીફ થઈ શકે છે.

મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવી ખનિજ તત્વોની ઉણપ પણ મહત્વપૂર્ણ છે

ડોક્ટરની સલાહ મુજબ કરો યોગ્ય ઉપચાર

જો તમને વારંવાર નસ દુખાવાની તકલીફ રહે છે, તો તમારું બ્લડ ટેસ્ટ કરાવીને B-વિટામિન્સ, વિટામિન D અને ઇલેક્ટ્રોલાઈટ લેવલ ચેક કરાવવું જોઈએ. તેમજ ડોક્ટરની સલાહ મુજબ પૂરક દવાઓ અને ખોરાકમાં ફેરફાર કરતા આ ભયાકન પીડામાંથી રાહત મળે છે. લોકોને પૂરતા પ્રમાણમાં આ વિટામિન ના મળવાના કારણે તેમનામાં ઓસ્ટીયોપોરોસિસ (હાડકા પાતળા થવા અને નબળા પડવાની સ્થિતિ) થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, તેમના પગ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા પણ વધી જાય છે. ઉદાહરણ તરીકે, હાડકામાં સોજો અને કોઈપણ ઈજા વિના હાડકામાં દુખાવો, જેને તબીબી ભાષામાં પેરીઓસ્ટાઇટિસ કહેવામાં આવે છે. 

Leave a Reply

Related Post