સોમનાથમાં કોળી સમાજનો આક્રોશ: ડિમોલિશન મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 સામે ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો આરોપ

સોમનાથમાં કોળી સમાજનો આક્રોશ:ડિમોલિશન મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 સામે ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો આરોપ
Email :

ગીર સોમનાથમાં શંખ સર્કલ વિસ્તારમાં 4 એપ્રિલે થયેલા ડિમોલેશન મામલે નવો વળાંક આવ્યો છે. ડિમોલેશન મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 સામે ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો આરોપ લગાવી કોળી સમાજે આજે નાયબ મામલતદાર તેમજ પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે. સોમનાથમાં સરકારી જમીન પરના ડિમોલેશન દરમિયાન થયેલા વિવાદ મામલે પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ

ચુડાસમા અને કોળી સમાજના આગેવાનો સહિત 40 લોકો સામે ફરજ રુકાવટ અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. વેરાવળમાં આજે કોળી સમાજના લોકોએ ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કલેકટરના ઈશારે પોલીસે ધારાસભ્ય વિમલ ચુડાસમાની અટકાયત કરી હોવાના આક્ષેપ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,

4 એપ્રિલ 2025ના રોજ શંખ સર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઘરો પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ સમયે કોળી સમાજના યુવા નેતા અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ ગરીબ લોકોના પ્રતિનિધિ તરીકે તંત્ર સાથે વાત કરવા ગયા હતા. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જિલ્લા કલેકટરના ઈશારે પોલીસે ધારાસભ્યની અટકાયત કરી હતી. તેમની

સામે ખોટી ફરિયાદ નોંધી બદનામ કરવાનું કાવતરું રચાયું છે. પોલીસ તંત્ર દ્વારા ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ પાછી નહીં ખેંચાય તો સમગ્ર ગુજરાતમાં આંદોલનની ચીમકી કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે કલેકટરે હુકમશાહી વલણ અપનાવ્યું છે. મંજૂરી વગર અનેક ગરીબ લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. પ્રભાસ પાટણના મોટા કોળીવાડાના પટેલ

દિનેશભાઈ બામણીયા સહિત 40 જેટલા લોકોને પણ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. સમાજના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ખોટી ફરિયાદો પાછી ન ખેંચવામાં આવે અને દોષી અધિકારીઓ સામે કાર્યવાહી ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ ન્યાય માટે જનઆંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોળી સમાજની વિવિધ 5

સંસ્થાઓએ આવેદનપત્રો આપ્યાં આવેદનપત્રમાં સમસ્ત કોળી સમાજ વેરાવળ-પાટણ, યુવા કોળી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત, કોળી સેના ગુજરાત, સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ ગુજરાત તેમજ કોળી વિકાસ સંગઠન ગુજરાતના લેટરહેડ પર સહી કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ ખોટી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આ ફરિયાદ રદ કરવાની માંગ કરી છે.

Leave a Reply

Related Post