કુશા કપિલાનો નવો લુક વાઈરલ: એક્ટ્રેસનું ટ્રાન્સફોર્મેશન જોઈ ફેન્સ ચોંક્યા, સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું- ઓળખાતી પણ નથી!

કુશા કપિલાનો નવો લુક વાઈરલ:એક્ટ્રેસનું ટ્રાન્સફોર્મેશન જોઈ ફેન્સ ચોંક્યા, સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું- ઓળખાતી પણ નથી!
Email :

સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર અને એક્ટ્રેસ કુશા કપિલા અનેક વખત તેના અંગત જીવનના કારણે ચર્ચામાં રહી છે. પરંતુ હાલ એક્ટ્રેસ તેના ટ્રાન્સફોર્મેશન વીડિયો કારણે લાઈમલાઈટમાં આવી છે. કુશાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે બિલકુલ ઓળખાઈ રહી નથી. વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે- કુશા કપિલાએ જો-લાઈન સર્જરી

(જડબાના ભાગની સર્જરી) કરાવી છે. કુશા કપિલાનો નવો લુક વાઈરલ ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ કુશા કપિલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાપારાઝીને પોઝ આપી રહી છે. પરંતુ એક્ટ્રેસના લુકે બધાને સરપ્રાઈઝ કરી દીધાં હતાં. ચહેરા પરના હાવભાવથી લઈને તેની સ્માઈલમાં એકદમ બદલાવ જોવા મળી રહ્યો હતો. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાઈરલ

થઈ ગયો હતો. નવો લુક સામે આવતા જ ફેન્સ ચોંકી ગયા એક્ટ્રેસનો નવો લુક જોઈ ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. એક યુઝરે વીડિયોમાં લખ્યું- ખૂબસૂરત. બીજાએ કોમેન્ટ કરી કે- તેની આંખ કેટલી સુંદર લાગી રહી છે. અન્ય યુઝરે લખ્યું- તે એકદમ સુંદર લાગી રહી છે. જોકે, કેટલાક યુઝરને આ લુક ખાસ પસંદ ન આવ્યો, એક યુઝરે

કોમેન્ટ કરીને લખ્યું- જૂના લુકમાં જ વધારે સુંદર લાગતી હતી. તેના ટ્રાન્સફોર્મેશન વિશે પણ ઘણા યુઝર્સે દાવો કર્યો કે- તેણે સર્જરી કરાવી છે એટલા માટે સ્માઇલ અને ચહેરાની સ્ટાઈલ બદલાયેલી જોવા મળી રહી છે. કુશા અને ઝોરાવર એક મિત્રના લગ્નમાં મળ્યા હતા એક્ટ્રેસ કુશા કપિલાનાં પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો, કુશા અને ઝોરાવરની લવસ્ટોરી

કોઈ ફિલ્મની ઓછી નથી. વર્ષ 2012માં બંને એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. જ્યાં ઝોરાવરે સૌપ્રથમ કુસાને ડ્રિંક ઓફર કર્યું હતું. ત્યારે કુશાને લાગ્યું કે ઝોરાવર તેમની સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. આ કારણથી કુશાએ તેમને કહ્યું કે તેમનો એક બોયફ્રેન્ડ છે. જોકે, થોડા દિવસો પછી બંને પ્રેમમાં પડ્યા હતા. કુશા-ઝોરાવરના લગ્ન 2017માં થયા હતા કુશા અને ઝોરાવરે

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. 2019માં હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા ઇન્ટરવ્યૂમાં કુશાએ આ મીટિંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઝોરાવર તેમને પહેલી નજરમાં જ પસંદ કરવા લાગ્યો હતો. પરંતુ લગ્નના છ વર્ષ બાદ 2023માં બંનેના છૂટાછેડા થઈ ગયા. કુશાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતા આ અંગે માહિતી આપી હતી.

Leave a Reply

Related Post