'ABCD' ફેમ લોરેન ગોટલીબે પ્રભુતામાં પગલાં પાડ્યા: લંડનના ડિરેક્ટર સાથે ઇટાલીમાં લગ્ન કર્યાં, ડાન્સરે કહ્યું- 'અમારું સપનું પુરું થયું'

'ABCD' ફેમ લોરેન ગોટલીબે પ્રભુતામાં પગલાં પાડ્યા:લંડનના ડિરેક્ટર સાથે ઇટાલીમાં લગ્ન કર્યાં, ડાન્સરે કહ્યું- 'અમારું સપનું પુરું થયું'
Email :

'ABCD' ફેમ ડાન્સર અને એક્ટ્રેસ લોરેન ગોટલીબે બોયફ્રેન્ડ ટોબિયાસ જોન્સ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં 11 જૂને ઇટાલીના ટસ્કની પ્રદેશમાં લગ્ન કર્યાં હતાં. ટોબિયાસે ઓગસ્ટ 2024માં કેરેબિયનના અરુબા ઓશન વિલામાં લોરેનને પ્રપોઝ કર્યું હતું. લગ્નના દિવસે, લોરેને ઓફ-શોલ્ડર અને ડીપ નેકલાઇન વાળો સફેદ ગાઉન પહેર્યું હતું, જ્યારે ટોબિયાસે કાળો અને સફેદ ટક્સીડો પહેર્યો હતો. ટોબિયાસ જોન્સ લંડનના

રહેવાસી છે અને એક વીડિયો ક્રિએટર અને ડિરેક્ટર છે. લોરેન જ્યારે આઇલ પર વૉક કરીને આવી ત્યારે સિંગરે લાઇવ પરફોર્મ કર્યું હતું. લોરેને લગ્નની ખાસ પળોના ફોટા શેર કર્યાં લગ્ન પછી, લોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટા શેર કર્યા. તેણે કેપ્શનમાં લખ્યું, 'મિસ્ટર અને મિસિસ જોન્સ 11.06.2025' લોરેને આગળ લખ્યું, 'ટસ્કન ટેકરી ઉપર, ખુલ્લા હૃદયથી અમે એકબીજાને હંમેશા માટે પસંદ કર્યાં.

અમને હંમેશા લાગતું હતું કે ત્યાં આવો પ્રેમ છે. એવો પ્રેમ જે આપણને જીવનમાં એકવાર મળે છે અને જ્યારે અમને તે મળ્યો, ત્યારે એવું લાગ્યું કે ઘરે પાછા ફરીએ છીએ. એકબીજા સાથે લગ્ન કરવાનો દિવસ અમારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો. તે ખુશી હતી, તે શાંતિ હતી, તે બધું હતું, જેનું અમે ક્યારેય સ્વપ્ન જોયું હતું.' હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા, લોરેને તેના લગ્ન

વિશે કહ્યું, 'લગ્નના દિવસે, હું વહેલી ઉઠી ગઈ. જ્યારે હું તૈયાર થઈ રહી હતી, ત્યારે મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો અને પછી તે ક્ષણ આવી. જ્યારે મેં ટોબિયાસને તેના કસ્ટમ પ્રાડા ટક્સમાં લગ્નની વેદી પર ઊભેલા જોયો, ત્યારે મેં મારી જાતને કહ્યું - દરેક સેકન્ડ યાદ રાખજે, એક પણ ક્ષણ ભૂલતી નહીં.' લોરેને એ પણ ખુલાસો કર્યો કે, તેણીએ તેના પિતા સાથે

ભાવનાત્મક ડાન્સ કર્યો. તેણે કહ્યું, 'અમે એકબીજાને ગળે લગાવ્યા, હસ્યા, રડ્યા, ડાન્સ કર્યો અને એવા શબ્દો કહ્યા જે અમે ક્યારેય ભૂલીશું નહીં. મારા પિતાએ કહ્યું કે, હું તેમની સૌથી સારી દીકરી છું, જેવી તેમણે ક્યારેક સપનામાં જોઈ હતી અને મેં તેમને કહ્યું કે મારી દરેક સફળતા તેમના કારણે છે. તે મારા જીવનની સૌથી પરફેક્ટ ક્ષણ હતી.' લોરેન 'ABCD' અને 'ABCD 2' માં કામ કરી

ચૂકી છે. લોરેન ગોટલીબનો જન્મ અમેરિકામાં થયો હતો. તે 'સો યુ થિંક યુ કેન ડાન્સ' સીઝન 3ની સ્પર્ધક રહી ચૂકી છે. ભારતમાં, તેણે 'ABCD: એની બડી કેન ડાન્સ' અને 'ABCD 2' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે 'ઝલક દિખલા જા 6'માં રનર અપ અને સીઝન 8માં જજ પણ રહી ચૂકી છે. તે હાર્ડી સંધુના મ્યૂઝિક વીડિયો 'શી ડાન્સ લાઈક'માં પણ જોવા મળી હતી.

Leave a Reply

Related Post