6 માસ પહેલા યુવક વીડિયોમાં બોલ્યો તે જ થયુ!: વટવામાં 37 દિવસ બાદ કચરામાંથી કોહવાયેલી લાશ મળી; કહ્યું હતું-મારો અગુંઠો-આંતરડા કાપી નાખ્યા, ગમે ત્યારે હત્યા થઈ શકે

6 માસ પહેલા યુવક વીડિયોમાં બોલ્યો તે જ થયુ!:વટવામાં 37 દિવસ બાદ કચરામાંથી કોહવાયેલી લાશ મળી; કહ્યું હતું-મારો અગુંઠો-આંતરડા કાપી નાખ્યા, ગમે ત્યારે હત્યા થઈ શકે
Email :

‘મારો અંગુઠો કાપી નાખ્યો... આંતરડા બહાર કાઢી નાખ્યા...હાથમાં ફ્રેક્ચર કરી દીધુ... મારા ઉપર ખતરો છે, ગમે ત્યારે મારી હત્યા થઇ શકે. મારા નાના-નાના બે બાળક છે, જેથી મને ન્યાય અપાવો.’ આ વેદના વ્યક્ત કરી રહેલા યુવકની લાશ બે દિવસ પહેલા વટવા વિસ્તારમાંથી અત્યંત વિકૃત હાલતમાં મળી આવી હતી. 37 દિવસ પહેલા યુવકની હત્યા કરીને તેની લાશને ગાદલાનાં કવરમાંથી ગટરની પાસે ખાડામાં ફેંકી દીધી હતી. યુવકની હત્યા થઇ તેના પાંચ મહિના પહેલા

તેણે માથાભારે તત્વોથી ખતરો તેમજ સરકાર પાસે ન્યાય માંગતા હોવાનો વીડિયો વાઇરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થયા બાદ પણ તેની હત્યા થઇ જતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. આ હત્યાકાંડ પાછળ સમાધાન, ડ્રગ્સ, હથિયાર સહિત અનેક મુદ્દાઓ સંકળાયેલા છે. આરોપીએ જ પોલીસ સામે ઘટસ્ફોટ કર્યો આ અંગેની વિગત એવી છે કે, 1મે, 2025ના વટવા વિસ્તારમાં આવેલા ઇન્સાનિયતનગર ચાર માળીયામાં રહેતા આબીદ ઉર્ફે અસલમ શેખની અતિવિકૃત હાલતમાં લાશ ગટર પાસેના

ખાડામાંથી મળી આવી હતી. 25 માર્ચ, 2025ના રોજ આબીદ ફીરોજ લાઇટવાળા પાસે વીસીના રૂપિયા લેવા માટે ગયો હતો, ત્યારબાદથી તે રહસ્મય રીતે ગુમ થઈ ગયો હતો. બીજા દીવસે આબીદના પરિવારજનોએ ગુમ થવાની પોલીસ ફરિયાદ કરી હતી. વટવા પોલીસે તપાસ કરતા શંકાની સોય ફીરોજના પુત્ર હુસેન પર ગઇ હતી. હુસેનની પોલીસે આગવી સ્ટાઇલથી પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડ્યો હતો અને આબીદની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. હત્યા બાદ લાશને

ગાદલાના કવરમાં નાથી ફેંકી દીધી રૂપિયાની લેતી-દેતી મામલે હુસેને આબીદની ઘાતકી હત્યા કરીને તેની લાશને ગાદલાનાં કવરમાં નાખી દીધી હતી અને બાદમાં ગટર પાસેના ખાડામાં ફેંકીને તેના પર કચરો નાખી દીધો હતો. હુસેનના નિવેદનથી પોલીસ તરતજ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આબીદની લાશને ફાયરબ્રીગેડની મદદથી બહાર કાઢી હતી. આબીદની લાશ વિકૃત થઇ ગઇ હતી, જેથી વિસ્તારમાં દુર્ગંધ મારવા લાગી હતી. આબીદની લાશ જોઇને પરિવારના તમામ સભ્યો ભાંગી પડ્યા હતા. હુસેને આબીદની હત્યા

કર્યા બાદ તેની પાસેથી 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી અને બાદમાં તેનો મોબાઇલ પણ સંતાડી દીધો હતો. હત્યાના બીજા દીવસે આબીદની માતાએ હુસેનને મોબાઇલ લોકેશન કરાવવાની ધમકી આપતા તે ગભરાઇ ગયો હતો. હુસેને આબીદના ફોનને નારિયેળના છોતરામાં ઢાંકીને સાબરમતી નદીમાં ફેકી દીધો હતો. પોલીસે હુસેનની ધરપકડ કરી હતી, પરંતુ સમ્રગ હત્યા કેસમાં બીજા લોકો પણ સંડોવાયેલા હોય તેવી શક્યતા છે. મૃતક પર આરોપીઓએ અગાઉ પણ હુમલો કર્યો હતો આબીદ ઉપર સંખ્યાબંધ

હુમલા થયા છે જે આદીલ શેખ અને તેના સાગરીતોએ કર્યા છે. આબીદના પરિવારને શંકા છેતે આ તેની હત્યા પાછળ આદીલ શેખ સહિતના લોકો સંડોવાયેલા છે. આબીદ પર વર્ષ 2021માં આદીલ શેખ, મોઇન લંગડા સહિતના લોકોએ ઘાતક હથીયારોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં આબીદનો અંગુઠો કપાઇ ગયો હતો અને તેના આતરડા બહાર આવી ગયા હતા. વટવા પોલીસે આ મામલે હત્યાની કોશિષનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં કોર્ટમાં ચાલી

રહ્યો છે, ત્યારે આદીલ અને તેની ગેંગના લોકો આદીલને સમાધાન માટે ફોર્સ કરતા હતા. આબીદે સમાધાન કરવાનો ઇન્કાર કરતા તેના ઉપર વર્ષ 2023 અને 2024માં પણ હુમલો કર્યો હતો. હુમલામાં આબીદના હાથમાં ફ્રેક્ચર થઇ ગયુ હતું. પાંચે મહિના પહેલા જ્યારે આબીદ પર હુમલો થયો ત્યારે તેણે પોતાની હત્યા થઇ જશે તેવી દહેશત વ્યક્ત કરતો વીડિયો વાઇરલ કર્યો હતો. આબીદ અને તેનો પરિવાર ભયમાં જીવતો હોવાની દહેશત પણ વીડિયોમાં કહી હતી. સમાધાનનો

ઈન્કાર કરે એટલે હુમલો કરતા વર્ષ 2021માં આબીદના ભાઇ આસીફે આદીલના ભાઇ આમીર ઉર્ફે પાઉડરની ઘાતકી હત્યા કરી હતી. આમીરની હત્યા બાદ આસીફ હાલ જેલમાં છે. આમીરની હત્યાનો બદલો લેવા માટે આદીલ અને તેના સાગરીતોએ આબીદ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આ બાદ આદીલ તેના મળતીયાઓ પાસે આબીદ સાથે સમાધાનની વાત કરતા હતા. આબીદ જ્યારે સમાધાનનો ઇન્કાર કરે ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવતો હતો.

યુવકે હત્યાની આશંકાનો વીડિયો બનાવ્યો હતો આબીદ જે વીડિયો વાઇરલ કર્યો હતો તેમાં સ્પષ્ટ કહ્યુ હતું કે, આદીલ તેના મિત્રો અને ડ્રગ્સ ડીલર આવીને આ ધમકીઓ આપી રહ્યા છે. આદીલ પાસે હથીયાર પણ હોવાનું આબીદે વીડિયોમાં કહ્યુ હતું. આબીદ અને તેની ગેંગ પોલીસના બાતમીદાર હોવાનું પણ સામે આવ્યુ છે. હાલ તમામ દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આબીદની હત્યા કાંડમાં પોલીસ દ્વારા કાઇ કાચુ કપાતુ હોય તેવુ પરિવારજનો માની રહ્યા છે.

Leave a Reply

Related Post