Life Style : કેરી સાથે આ વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

Life Style : કેરી સાથે આ વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
Email :

ઉનાળાની સિઝનમાં આવતી કેરી મોટાભાગના લોકોની પસંદ છે. કેરીના રસિયાઓ ખાસ કરીને ઉનાળાની જ રાહ જોઈને બેઠા હોય છે. ભલે ગરમી પડતી હોય તડકો પસંદ ના હોય પરંતુ ઉનાળાની ઋતુમાં આવતી કેરીની આખું વર્ષ આતુરતાથી રાહ જોવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધોને ફળોમાં સૌથી વધુ પ્રિય કેરી છે અને એટલે જ કેરીને ફળોનો રાજા કહેવાય છે. લોકોને એટલી બધી પ્રિય હોય છે કે તેઓ કેરી ખાવા માટે બહાના શોધતા રહે છે. જો તમે પણ કેરી ખાવાના શોખીન છો તો તમે આ બાબત અવશ્ય ધ્યાનમાં રાખો.

ગરમીમાં કેરીનું સેવન આપણા શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. પરંતુ ગમે ત્યારે ગમે તે વસ્તુ સાથે કેરી ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. તમે બપોરનું ભોજન હોવ કે પછી રાત્રિભોજનમાં નિયમિતપણે કેરીનો ઉપયોગ કરતા હોવા તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે તમારે પોતાની આ આદત બદલવી પડશે. દરરોજ કેરી ખાવાના શોખ તમને બીમાર પાડી શકે છે.

ગરમીમાં કેટલાક ઘરોમાં નિયમિતપણ ભોજનમાં કેરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ આ વસ્તુઓ સાથે કેરીનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીંતર સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.

દહીં : દહી તમે ઘરે બનાવ્યું હોય અથવા બહારથી ડેરીનું લાવ્યા હોવ તો પણ કેરી સાથે કયારેય પણ તેનું સેવન ના કરવું જોઈએ. કેરી સાથે દહીંનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ ઉદભવી શકે છે. એકરીતે દહીં અને કેરી વિરુદ્ધ આહાર પણ કહી શકાય. દહીં મોળું હોય તો પણ તેમાં રહેલ પોષકતત્વોનું કેરી સાથે મિશ્રણ થવાથી ત્વચા સંબિધિત અને પેટ સંબંધિત સમસ્યા ઉદભવી શકે છે. બંનેનું એકસાથે સેવન કરવાથી ગેસ, અપચો અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત, જ્યારે ગરમ અને ઠંડા પ્રકૃતિના પદાર્થો એકસાથે ભળી જાય છે, ત્યારે તે ત્વચા પર ફોલ્લાઓ અથવા એલર્જીનું કારણ પણ બની શકે છે.

મસાલેદાર ખોરાક : લોકોને બટાકાવડા તેમજ દાળવડાં અને ચણાપુરી જેવી વાનગી જોડે મરચાં ખાવાની આદત હોય છે. કેરીનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં એસિડીટી થાય છે તેવામાં ગરમ મસાલા જેવા મસાલેદાર ખોરાક અથવા કેરી સાથે તળેલા ખોરાક ખાવાથી પેટમાં બળતરા અને એસિડિટી થવાના ચાન્સ વધારે છે.

ઠંડા પીણાં : કેરીનું સેવન કરો તે પછી તમે સમારીને ખાવ અથવા તો કેરીનો રસ પીધો હોય ત્યારબાદ ક્યારેપણ તરત જ ઠંડુ પાણી અને ઠંડા પીણાનું સેવન ના કરવું. તેમજ કેરી સાથે અને ત્યારબાદ પણ આઈસ્ક્રીમ ખાવાથી પાચનતંત્રને અસર થાય છે. ના કારણે પેટ ફૂલી શકે છે. આ ઉપરાંત, કેરી અને કોલ્ડ્રીંક બંને અત્યંત મીઠા હોય છે. તેનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ખાંડનું સ્તર અચાનક વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ : કેરી સાથે ચિપ્સ, બર્ગર અથવા જંક ફૂડ જેવા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે અને વ્યક્તિને પેટ ફૂલેલું અથવા ભારેપણું અનુભવાઈ શકે છે.

કેરીનું સેવન કરતા હોવા ત્યારે ફક્ત કેરી જ ખાઓ અથવા તમે તેને રોટલી, શાકભાજી સાથે ખાઈ શકો છો. તેમજ કેરી ખાધા પછી 1-2 કલાક સુધી ભારે કંઈપણ ખાવાનું ટાળો. પાકેલા અને તાજા કેરી જ ખાઓ, કારણ કે કાચી કેરી પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે. કેરી સાથે હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે.

Leave a Reply

Related Post