Lifestyle: ગરમીમાં સવારે સ્નાન કરવું કે સાંજે સ્નાન કરવું, જાણો યોગ્ય સમય

Lifestyle: ગરમીમાં સવારે સ્નાન કરવું કે સાંજે સ્નાન કરવું, જાણો યોગ્ય સમય
Email :

ગરમીના દિવસોમાં સવારે સ્નાન કરવું કે સાંજ સ્નાન કરવું તેને લઈને યુવાનોમાં અવઢવ રહે છે. આજે મોટાભાગના યુવાનોની લાઈફ સ્ટાઈલ બદલાઈ છે. યુવાનો સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા હોવાના કારણે મોડી રાત સુધી જાગતા હોય છે. એટલે સવારે મોડા ઉઠતા હોય છે અને ત્યારપછી તરત કોલેજ અથવા પોતાના કામ પર જાય છે. આવા સમયે તેમને પ્રશ્ન થાય છે કે સ્નાન કરવાનું યોગ્ય સમય પસંદ કયો છે.  સ્નાન કરવું આમ તો લોકોનો દૈનિક ક્રિયાનો ભાગ છે પરંતુ કયારે સ્નાન કરવાથી શું લાભ થાય છે તેને લઈને લોકો સવાલ કરતા હોય છે. સ્નાન કરવું આરોગ્ય માટે લાભદાયી હોય છે. કેટલાક લોકોને સવારે સ્નાન કરવાનું ગમે છે તો કેટલાકને સાંજે સ્નાન કરવાનું ગમે છે. સવારે અને સાંજે બંને સમયે સ્નાન કરવાથી અલગ-અલગ લાભ મળે છે. પરંતુ દરેક બાબતનો નિશ્ચય સમય હોય છે તેમ સ્નાન કરવાનો પણ ચોક્કસ સમય છે. 

સવારે સ્નાન કરવાના લાભ

સવારે સ્નાન કરવાથી શરીરને ઠંડક મળે છે. સવારનું સ્નાન રાત્રિ ઉંઘ દરમિયાન મંદ પડેલ માંસપેશીઓને સક્રિય કરે છે. સવારે સ્નાન કરવાથી રાત્રે શરીર પર થયેલ પરસેવો  સાફ થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે.  સવારનું સ્નાન તમને તમારા રોજિંદા કાર્ય માટે તૈયાર કરે છે અને તમે વધુ સારી રીતે પોતાના કામ પૂર્ણ કરી શકો છો. કેટલાક લોકો ગરમીમાં સૂર્યસ્નાન કરતા હોય છે પરંતુ આમ કરવાથી ત્વચાને નુકસાન થાય છે. કારણ કે સૂર્યનો સીધા તાપ તમારી ત્વચા પર પડે છે અને તેના કારણે ત્વચા વધુ કડક બને છે. સવારે ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને આરામ મળે છે, પરંતુ યાદ રાખો કે વધુ ગરમ પાણીથી સ્નાન કરવાથી તમારી ત્વચામાં ચીરા પડે છે.  સ્નાન કર્યા પછી, તમારી ત્વચાને સારી રીતે સૂકવી લો અને લોશન અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.

સાંજે સ્નાન કરવાના લાભ

સાંજે સ્નાન કરવાથી આખો દિવસ તમે જે દોડભાગ કરી હોય તેના કારણે શરીર ભારે થાય છે. સાંજનું સ્નાન તમારા શરીરનો થાક દૂર કરે છે. આખો દિવસ બહાર રખડતા તમારી ત્વચા ગરમ પવન અને તડકામાં નિસ્તેજ બની ગઈ હોય છે અને એટલે સાંજે સ્નાન કરો તો ત્વચા પર દિવસભર જે ધૂળ અને રજકણો હોય તે દૂર થાય છે અને તમારી સ્કીન વધુ ગ્લો કરવા લાગે છે. જો તમને રાત્રિના સમયમાં સારી ઊંઘ ના આવતી હોય તો તમે અવશ્ય સાંજે સ્નાન કરો. કારણ કે સાંજે સ્નાન કરવાથી શરીરનો થાક દૂર થશે અને તમે હળવાશ અનુભવશો એટલે રાત્રે ઊંઘ પણ સારી આવશે. જો તમને દિવસભર ખૂબ પરસેવો આવે છે, તો સાંજે સ્નાન કરવાથી તમારી ત્વચા સાફ થશે અને તમે વધુ આરામદાયક અનુભવશો.

સવારે અને સાંજે બંને સમયે સ્નાન કરવું ફાયદાકારક છે. જેમ સવારે સ્નાન કરવાથી તમે આખો દિવસ તાજગી અનુભવો છો. ગરમીમાં સાંજે સ્નાન કરવાથી શરીરનો થાક ઓછો થાય અને રાત્રે સારી ઊંઘ આવે છે.

Leave a Reply

Related Post