Lifestyle: જોજોબા ઓઈલના છે આ ત્રણ મોટા ફાયદા, જાણો

Lifestyle: જોજોબા ઓઈલના છે આ ત્રણ મોટા ફાયદા, જાણો
Email :

જોજોબા ઓઈલ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આ ઓઈલનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સ્કિન પર લગાવ્યા પછી ખૂબ જ લાઈટ લાગે છે. તમે કોઈ દિવસ ધ્યાન આપ્યું હોય તો તમારા બોડી લોશનમાં અથવા તો કોઈ ફેસ ઓઈલની બોટલમાં આ ઓઈલનો ઉલ્લેખ જોવા મળશે.

જોજોબા ઓઈલ સ્કિન માટે ખૂબ જ ફાયદકારક છે. આનાથી તમને ખીલથી છૂટકારો મળશે. તેમજ જોજોબા ઓઈલ વાપરવાથી કરચલીઓ જેવી સમસ્યાઓથી પણ છૂટકારો મળશે.

1. સ્કિન પરની ડ્રાયનેસ દૂર કરે છે

જોજોબા ઓઈલ ખૂબ જ હળવું હોવાથી, આ ઓઈલ સ્કિનના છિદ્રોને બંધ કર્યા વગર સ્કિનમાં અંદર સુધી જાય છે અને સ્કિનની ડ્રાયનેસને દૂર કરે છે, જેને શુષ્ક અથવા સંવેદનશીલ સ્કિન હોય તેવા લોકો માટે આ ઓઈલ ખૂબ લાભદાયક છે.

2. બળતરામાં આરામ મળે છે

જોજોબા ઓઈલમાં એન્ટી ઈંફ્લેમેટરી કંમ્પાઉન્ડસ હોય છે. તેથી, આ ઓઈલ ખરજવું અને સોરાયસિસ જેવી સ્કિનની સમસ્યાઓને રાહત આપવામાં મદદ કરી શકે છે. જોકે, જો તમે કોઈ બીજી બીમારીથી પીડાતા હોવ તો સ્કિન માટે જોજોબા ઓઈલનો ઉપયોગ કરતા પહેલા તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

3. ખીલ મટાડવામાં મદદરૂપ છે

જોજોબા ઓઈલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ જેવા ગુણધર્મો છે, અને નોન-કોમેડોજેનિક હોવાથી, તે બીજા ખીલ લાવ્યા વગર તમારા છિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે. જોજોબા ઓઈલ ધરાવતો માટીનો ફેસ માસ્ક હળવા ખીલથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે.

જો તમે મુલતાની માટીમાં જોજોબા ઓઈલ નાખીને તેનું માસ્ક બનાવી ફેસ પર વાપરશો તો તમને ખીલથી રાહત મળશે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post