Lifestyle: હેર ગ્રોથ માટે આ ચોકલેટ છે ફાયદાકારક, જાણો ફાયદા

Lifestyle: હેર ગ્રોથ માટે આ ચોકલેટ છે ફાયદાકારક, જાણો ફાયદા
Email :

તમને વિશ્વાસ નહી થાય પરંતુ આ સાચું છે કે એક સ્વાદિષ્ટ ચોકલેટ હેર ગ્રોથને વધારવામાં મદદ કરી શકે છે. અને તે ચોકલેટ છે ડાર્ટ ચોકલેટ. ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમાં એવા પોષક તત્વો હોય છે જે હેર ગ્રોથ વધારવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટમાં 70% કોકો હોય છે. આ સ્વાદિષ્ટ ચોકલેટ હેલ્ધી હોય છે. ફૈટી એસિડ અને વિટામીનથી ભરપૂર ડાર્ક ચોકલેટ વાળને મોઇસ્યુરાઇઝ કરે છે. અને તે વાળના સ્કેલ્પને પોષણ આપે છે.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર

ઓક્સીડેટિવ સ્ટ્રેસના કારણે વાળ ખરવા લાગે છે અને સમય પહેલા જ વાળ સફેદ થવા લાગે છે. ડાર્ચ ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સ હોય છે જે ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે. જેનાથી વાળનું ખરવું અને વાળનું સફેદ થવું ઓછું જઈ જાય છે. ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી બ્લડમાં પણ સુધારો થાય છે અને તેનાથી બલ્ડ પ્રેશર પણ ઓછું થાય છે.

કોપરથી ભરપૂર

વાળમાં ફોલિકલ્સને પોષણ આપવા માટે કોપરની જરૂર પડે છે. ડાર્ક ચોકલેટમાં કોપર હોય છે. કોપર કોલેજનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે હેલ્ધી હોવાથી વાળને મજબૂત રાખવામાં મદદ કરે છે. અને વાળને પ્રોટીન આપે છે. આપણું શરીર નેચરલ રીતે કોપર ઉત્પન નથી કરી શકતું.

સુર્યપ્રકાશના કિરણોથી થતા ડેમેજથી બચાવે છે

ડાર્ક ચોકલેટમાં રહેલા પોષક તત્વો ફક્ત હેર ગ્રોથ જ નથી વધારતું પણ તમારા વાળને જાડા અને સોફ્ટ બનાવામાં પણ મદદ કરે છે. મજબૂતીથી લઈને સુર્યપ્રકાશના કિરણોથી બચાવાનું કામ ડાર્ક ચોકલેટ કરે છે. ડાર્ક ચોકલેટ વાળ અનેસ્વાસ્થ્ય બંને માટે ઉત્તમ ગણવામાં આવે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post