Lifestyle : ગ્લોઈંગ અને હેલ્ધી સ્કીન મેળવવા આ ડ્રાયફ્રૂટ છે શ્રેષ્ઠ ઔષધિ, જાણો દરરોજ સેવનથી થશે ગજબના ફાયદા

Lifestyle : ગ્લોઈંગ અને હેલ્ધી સ્કીન મેળવવા આ ડ્રાયફ્રૂટ છે શ્રેષ્ઠ ઔષધિ, જાણો દરરોજ સેવનથી થશે ગજબના ફાયદા
Email :

યુવતીઓ ગ્લોઈંગ સ્કીન મેળવવા બ્યુટિ પાર્લરની મુલાકાત છે. હેલ્ધી સ્કીન રાખવા મોંઘી બ્યુટી પ્રોડકટનો ઉપયોગ કરે છે. ટ્રેન્ડ સાથે તાલ મિલાવતી યુવતીઓ ગ્લોઇંગ સ્કીન મેળવવાના ઘરેલુ ઉપચારથી અજાણ છે. ચહેરાની સુંદરતા માટે વર્ષોથી આ એક વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રાયફ્રુટ દરેકના ઘરમાં હોય છે. આના સેવનથી ત્વચા સુંદર થશે અને ચહેરા પર અકાળે દેખાતા વૃદ્ધત્વને પણ દૂર રાખી શકશો.

અખરોટના સેવનથી થશે આ જબરજસ્ત ફાયદો

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ રહેલું છે જે ત્વચાની શુષ્કતા દૂર કરે છે. તેનુ સેવન ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને બળતરા ઘટાડે છે. આ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ત્વચાને શુષ્ક બનાવતી નથી. અખરોટ વિટામિન ઇ અને વિટામિન બીનો સારો સ્ત્રોત કહેવાય છે. તેમાં રહેલ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ  ત્વચાને વૃદ્ધત્વના સંકેતોથી બચાવે છે અને કરચલીઓ ઘટાડે છે. તેમજ ત્વચાને મુક્ત રેડિકલથી રક્ષણ આપે છે. આ મુક્ત રેડિકલ ત્વચાને નુકસાન પહોંચાડે છે અને કરચલીઓનું કારણ બને છે. તેમજ વિટામિન બી કોમ્પ્લેક્સ ત્વચાના કોષોને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલ ઝિંક ત્વચાને સુધારવામાં મદદ કરે છે અને ખીલ ઘટાડવામાં અસરકારક છે.

આ રીતે કરો અખરોટનું સેવન

સુપરફૂડ ડ્રાયફ્રૂટ અખરોટ ફક્ત શારીરિક સ્વસ્થતા માટે નહી પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ પલાળેલી અખરોટ ખાવાથી તમારી ત્વચા સ્વસ્થ અને સુંદર બનશે. દરરોજ ખાલીપેટે પલાળેલી અખરોટનું  સેવન કરવાથી ત્વચાની સમસ્યા દૂર થશે. આ માટે તમે રાત્રિના સમયે 4 અખરોટને સાદા પાણીમાં પલાળી દો. પછી બીજા દિવસે ખાલી પેટે આ અખરોટને પાણી સાથે પી જાઓ. અથવા તો તમે તેને મિકસરમાં ક્રશ કરીને જયુસ બનાવી પી શકો છો. શરીરની નબળાઈ દૂર કરવા તમે ક્રશ કરેલી અખરોટના પલ્પને દૂધમાં નાખી સેવન કરો. આ શેક પીવાથી શરીરમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post