Lifestyle : વાળ અને સ્વાસ્થ્ય માટે અમૃતસમાન છે આ લાડું, ફટાફટ નોટ કરી લો રેસિપી

Lifestyle : વાળ અને સ્વાસ્થ્ય માટે અમૃતસમાન છે આ લાડું, ફટાફટ નોટ કરી લો રેસિપી
Email :

વાળની સમસ્યાથી હર કોઇ પરેશાન છે. કોઇ વાળ પતલાં થવાથી પરેશાન છે તો કોઇ સમયથી પહેલા વાળને સફેદ હોવાથી પરેશાન છે. જો તમને પણ અતિશય હેરફોલ થઇ રહ્યો છે તો તેના માટે આ મિઠાઇ ખાવાની શરૂઆત કરી દો. જી હાં દરરોજ આ એક લડ્ડુ તમારાં વાળની દરેક સમસ્યાને ઝડપથી દૂર કરી દેશે. આવો જાણીએ આ લડ્ડુ બનાવાવની રેસીપી

વાળ માટે લાડું બનાવવાની રેસિપી

સામગ્રી

અડધો કપ તલ

અડધો કપ કોળાના બીજ

અડધો કપ અખરોટ

એક ચમચી મોરિંગા પાવડર

એક ચમચી આમળા પાવડર

એક કપ ખજૂર

પહેલો સ્ટેપ- કાળા તલ, અખરોટ અને કોળાના બીજ આ ત્રણેય વસ્તુને 3 થી 4 મિનિટ સુધી ધીમા ગેસે શેકી લો. બીજ ઠંડા થઇ જાય પછી તેને મિક્સચરમાં નાખીને પીસી લો. પછી તેમાં 1 ચમચી મોરિંગા પાવડર, 1 ચમચી આમળાં પાવડર નાખો અને 1 કપ ખજૂર ઉમેરો.

બીજો સ્ટેપ- દરેક વસ્તુને ભેળવીને ફરી મિક્સરમાં સારી રીતે પીસી લો અને પાવડર બનાવી લો. હવે હાથ પર ઘી લગાવતા આ મિશ્રણથી લાડું બનાવીને તૈયાર કરી લો. આ લાડું ખાવામાં ટેસ્ટી હોય છે. સાથે જ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

દરરોજ 1 લાડું ખાવાથી વાળ ઉતરવાની તકલીફ ઓછી થશે. આનાથી પાતળાં અને નબળાં થઇ રહેલા વાળમાં મજબૂતી આવશે. વાળમાં ચમક આવશે અને ગંજાપનની સમસ્યા પણ દૂર થશે. આ લાડું ખાવાથી બાયોટિન, ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ અને આયરન મળે છે. આ એક લાડું શરીરમાં થઇ રહેલા પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરવામાં અસરકારક છે. દરરોજ લાડું ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આ લાડું વાળ સિવાય હાર્ટ માટે પણ ફાયદાકારક છે. બદલતાં વાતાવરણમાં બિમારીઓથી બચવા આ લાડું અમૃતસમાન છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post