Lifestyle: વાળમાં કંડિશનર અને સીરમ લગાવાથી શું થાય છે?

Lifestyle: વાળમાં કંડિશનર અને સીરમ લગાવાથી શું થાય છે?
Email :

બધા લોકો ઈચ્છે છે કે, તેમના વાળ જાડા અને સોફ્ટ રહે. આના માટે લોકો ઘણા બધા હેયર કેરના પ્રોડ્ક્ટસ વાપરતા હોય છે અને તેમજ ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરતા હોય છે. આજકાલ લોકો અલગ અલગ રીતના ટ્રીટમેન્ટ કરવતા હોય છે.

આમાંથી સૌથી વધારે કંડિશનર અને સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. હેયરને ધોયા પછી આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. વાળમાં ફક્ત શેમ્પૂ કરવું જરૂરી નથી હોતું, પરંતુ ત્યારપછી પણ વાળમાં કંડિશનિંગ અને સીરમ લગાવું જરૂરી હોય છે. આ બંન્ને વાળને મજબૂત અને સોફ્ટ બનાવે છે. અને વાળને ચમકદાર બનાવામાં મદદ કરે છે. પરંતુ સીરમ અને કંડિશનરમાં ઘણો ફરક હોય છે. જાણો બંન્ને વચ્ચે શું અંતર છે.

કંડિશનર

કંડિશનર એક ક્રીમ કે લોશન જવા હેર પ્રોડક્ટ હોય છે જેને શેમ્પૂ પછી લગાવામાં આવે છે. શેમ્પૂ વાળમાં રહેલી ગંદકીને સરખી રીતે સાફ કરે છે. તેમજ શેમ્પૂ વાળમાં રહેલા કુદરતી ઓઈલને પણ સાફ કરે છે જેનાથી વાળ ડ્રાય થઈ જાય છે. આવામાં શેમ્પૂ પછી કંડિશનર લગાવું ખૂબ જ જરૂરી છે. કંડિશનર વાળને કોમળ અને સ્મૂથ બનાવે છે. કંડિશનર વાળના ઉપરના લેયરને કોટ કરી લે છે.તે વાળને સોફ્ટ બનાવામાં મદદ કરે છે.

આ લગાવ્યા બાદ વાળમાં ગૂંચો રહેતી નથી અને શેમ્પૂ કર્યા બાદ જે ડ્રાયનેસ આવી જાય છે વાળમાં તે કંડિશનર કર્યા બાદ જતી રહે છે. કંડિશનર તડકો, ધૂળ, પ્રદુષણ, અને હીટિંગ ટૂલ્સ ના સાઈડ ઈફેક્ટનથી વાળને રક્ષણ આપે છે. શેમ્પૂ કર્યા બાદ થોડું કંડિશનર લો અને વાળ પર લગાવો. ત્યારબાદ 2 થી 3 મિનિટ સુધી તેને રહેવા દો પછી ઠંડા પાણીથી તેને ધોઈ લો.

સીરમ

સીરમ લાઈટ હોય છે તો તેલ કે જેલ જેવું હોતું નથી. જે વાળને સ્ટાઈલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સીરમ વાળમાં ચમક લાવે છે અને વાળમાંથી ફ્રિજીનેસને હટાવે છે તેમજ વાળને સોફ્ટ બનાવામાં મદદ કરે છે. સીરમ જેના વાળ ડ્રાય હોય તેના માટે ફાયદાકારક હોય છે. સ્ટ્રેટનર અને ડ્રાયરનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન થાય છે. તેથી જ્યારે પણ આવા ટૂલનો ઉપયોગ કરો તે પહેલા સીરમ વાળ પર લગાવું જરૂરી છે. શેમ્પૂ અને કંડિશનર કર્યા બાદ વાળ સૂકાઈ જાય ત્યારપછી સીરમ લગાવું

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Related Post