Lifestyle: કોલ્હાપુરી ચંપલની વિદેશી કિંમત સાંભળી ચોંકી જશો!

Lifestyle: કોલ્હાપુરી ચંપલની વિદેશી કિંમત સાંભળી ચોંકી જશો!
Email :

હાલમાં, જ સોશિયલ મીડિયા પર એક કોલ્હાપુરી ચંપલની તસવીર વાયરલ થઈ રહી છે જેની કિંમત 1 લાખ રૂપિયાથી પણ વધારે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ખબર સાંભળીને ઘણા લોકો ચોંકી જશે કે આ સાધારણ દેખાતી ચંપલ આટલી મોંઘી કેવી રીતે?

પરંતુ આ કોલ્હાપુરી ચંપલના ઈતિહાસમાં તેમની કારીગરીને જો સમજશો તો તમને ખબર પડશે કે આ ફક્ત ચંપલ જ નથી પરંતુ ભારતીય હેન્ડક્રાફ્ટ અને પરંપરાનું પ્રતીક છે. જ્યાં પહેલા આ ચંપલ સામાન્ય લોકો માટે હતા.

હવે આ એક મોટી ફેશન બ્રાન્ડ અને ડિઝાઈનર્સના કલેક્શનમાં સામેલ થઈ ગઈ છે. વિદેશી બ્રાન્ડ 'Prada'એ આ ચંપલને લોન્ચ કર્યા, જેની કિંમત 1 લાખ 20 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે. જાણો, કોલ્હાપુરી ચંપલની સ્ટોરી, ખાસિયતો અને તે કેવી રીતે દેશી ફૂટવેરથી ઈન્ટરનેશનલ ફેશન સ્ટેટમેન્ટ બન્યું.

કોલ્હાપુરી ચંપલની શરૂઆત ક્યારે થઈ?

કોલ્હાપુરી ચંપલની શરૂઆત મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાથી થઈ હતી, માનવામાં આવે છે કે 13મી સદીથી તેની જડો જોડાયેલી છે. પહેલા આ ચંપલો મરાઠા યોદ્ધાઓ અને ગ્રામીણ સમુદાયો દ્વારા પહેરવામાં આવતી હતી. તેની બનાવટ એવી હતી કે તે ગરમીમાં પણ પગને ઠંડા રાખતું.

કોલ્હાપુરી ચંપલની ખાસિયત

કોલ્હાપુરી ચંપલોની ખાસ વાત એ છે કે તેને પૂરી રીતે હાથેથી બનાવવામાં આવે છે.એક જોડી ચંપલ તૈયાર કરવામાં 2 થી 4 દિવસનો સમય લાગે છે. તેમનું સિવણથી લઈને તેની ડિઝાઈન દરેક વસ્તુ કારીગરો તેના હાથેથી કરે છે. તેમાં કોઈ પણ મશીનનો ઉપયોગ થતો નથી. એટલા માટે જ દરેક જોડી એકદમ અલગ લાગે છે. કોલ્હાપુરી ચંપલ સુદર અને પરંપરાગત હોય છે. તેને બનાવવાની રીત પુરી રીતે ઈકો-ફ્રેડન્લી હોય છે તેનાથી વધારે કચરો ફેલાતો નથી.

દેશી ચંપલ કેવી રીતે બન્યું ફેશન સ્ટેટમેન્ટ?

ગયા વર્ષોમાં કોલ્હાપુરી ચંપલો દેશના મોટા ફેશન ડિઝાઈનર્સ પોતાના ક્લેકશનમાં સામેલ કર્યું હતું. બોલીવુડ સેલેબ્રિટીથી લઈને વિદેશી મોડલ્સ પણ આ ચંપલોનો તેમની સ્ટાઈલ માટે ઉપયોગ કરતા હતા. ખાસ કરીને વિદેશોમાં હેન્ડક્રાફટેડ ઈન્ડિયન ફૂટવેરની ડિમાન્ડ વધતી જઈ રહી છે. ઈટલીના લક્ઝરી બ્રાન્ડ Pradaએ હાલમાં જ લોન્ચ કર્યું, જેની કિંમત 1 લાખ 20 હજાર રૂપિયા છે.

Leave a Reply

Related Post