રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી: આજથી તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા, બનાસકાંઠાની રેલ નદીમાં નવા નીરની આવક

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:આજથી તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા, બનાસકાંઠાની રેલ નદીમાં નવા નીરની આવક
Email :

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજથી (9 મે, 2025) વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. જો કે, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યના તાપમાનમાં પણ આજથી બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. માવઠાની અસર દૂર થતા રાજ્યમાં ધીમે-ધીમે ગરમીનો વધારો થશે. આજે રાજ્યમાં 33થી 40 ડિગ્રી રેન્જમાં તાપમાન રહેશે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી આજે રાજ્યમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવતીકાલ એટલે કે 9 મેના રોજ

વીજળી સાથે 40- 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અને કચ્છ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદની શક્યતા

રહેશે. 8 મેએ વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ધાનેરાના રૂણી પાસેની રેલ નદીમાં નવા નીરની આવક બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડતા જિલ્લાની કેટલીક નદીઓમાં પાણી વહેતા થયા છે. ધાનેરાના રૂણી પાસે રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કમોસમી વરસાદના પગલે બાજરી બાગાયત સહિતના પાકોમાં નુકસાન થઈ શકે છે. ગાંધીનગરમાં રાત્રે પડેલા વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા ગાંધીનગરમાં રાત પડેલા વરસાદને કારણે વાવોલ અંડરપાસમાં પાણી ભરાયા છે. વાવોલથી મહાત્મા મંદિર તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે.

Leave a Reply

Related Post