વાંકાનેર બાઉન્ડરી પરથી દારૂની હેરાફેરી પકડાઈ: મગફળીના ભૂંસાની આડમાં 14,040 બોટલ દારૂ સહિત 1.02 કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

વાંકાનેર બાઉન્ડરી પરથી દારૂની હેરાફેરી પકડાઈ:મગફળીના ભૂંસાની આડમાં 14,040 બોટલ દારૂ સહિત 1.02 કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
Email :

મોરબી જિલ્લામાં અગાઉ દવા, ભંગાર, અનાજ વગેરેની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એવામાં હવે મગફળીના ભૂંસાની બોરીઓની આડમાં દારૂની હેરફેરીનો પર્દાફાશ એલસીબીની ટીમે કર્યો છે અને મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર બાઉન્ડરી પાસેથી પંજાબના ભટિંડાથી ગુજરાત રાજ્યમાં આવી રહેલા દારૂના મોટા જથ્થાને પકડવામાં આવ્યો છે. મોરબીની એલસીબી પોલીસે વાંકાનેર બાઉન્ડરી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી

બાતમીના આધારે ટોલપ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રક ટ્રેલરને રોકીને તપાસ કરતાં બોરીઓની આડમાં છુપાવેલી વિદેશી દારૂની 14,040 બોટલ મળી હતી. 1.02 કરોડથી વધુનો મુદામાલ જપ્ત ટ્રક ટ્રેલરમાંથી પોલીસે મગફળીની ભૂંસાની બોરીઓની આડમાં છુપાવેલા દારૂની 14040 બોટલ કબજે કરી છે. દારૂ તેમજ વાહન સહિતનો 1.02 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે અને હાલમાં ડ્રાઈવરને પકડવામાં આવ્યો છે, જોકે માલ મોકલાવનાર અને મગાવનાર સહિતનાઓને

પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. એલસીબીની ટીમે વાંકાનેર બાઉન્ડરી પાસે વોચ ગોઠવી હતી મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ હાલમાં એલસીબીના એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફની ટીમ કામગીરી કરી છે. તેવામાં એલસીબીના સુરેશભાઇ હુંબલ, વિકમભાઇ કુગશિયા તથા આસિફભાઇ ચાણકિયાને ખાનગી રાહે હકીકત મળી હતી કે અમદાવાદ તરફથી ટ્રક ટ્રેઇલર નંબર આઇજે 14 જીજી 5205 રાજકોટ તરફ

જવાનું છે, જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે, જેથી બાતમી આધારે એલસીબીની ટીમ વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલા ટોલપ્લાઝા નજીક વોચમાં હતી, ત્યારે પોલીસચોકી સામે રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન મળેલી હકીકત વાળુ ટ્રેઇલર નીકળતાં એને રોકવામાં આવ્યું હતું. ઇંગ્લિશ દારૂની કુલ મળીને 14,040 બોટલ મળી પોલીસ દ્વારા ચેક કરવામાં આવતાં એમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળ્યો હતો, જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન

ખાતે ટ્રક ટ્રેલરને લઈને આવ્યા હતા અને ચેક કરવામાં આવતાં એમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને 14,040 બોટલ મળી હતી, જેથી કરીને 67,69,920ની કિંમતનો દારૂ તેમજ 30 લાખની કિંમતનું વાહન, બે મોબાઈલ ફોન, મગફળીના ભૂંસાની ભરેલી 150 બોરી, બિલ્ટી, ઇ-વે બિલ તથા ઇન્વોઇસ બિલ, રોકડા રૂપિયા 2500, આમ કુલ મળીને 1,02,77,920નો મુદામાલ કબજે કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો પોલીસે આરોપી

ટ્રક-ડ્રાઇવર સતારામ કુશારામ ખોથ રહે. જાયડુ ગામ લેગાખોથા કી ઢાણી તાલુકો રામસર, જિલ્લો બાડમેર, રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માલ મોકલનાર તરીકે કિશોર સારણ, રહે. ખડિર ગામ, તાલુકો રામસર, જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે, જેથી હાલમાં પકડાયેલો આરોપી તેમજ માલ મોકલાવનાર અને મગાવનાર સહિતનાઓની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરાઈ છે.

Leave a Reply

Related Post