વાવાઝોડામાં હોર્ડિંગ પડ्યું, VIDEO: વડોદરામાં હોર્ડિંગ પડતા રિક્ષાનો કચ્ચરઘાણ, રિક્ષા લઈને બહાર નીકળે એ પહેલાં ચાલકનું મોત; ફાયર બ્રિગેડને 240 કોલ મળ્યા

વાવાઝોડામાં હોર્ડિંગ પડ्યું, VIDEO:વડોદરામાં હોર્ડિંગ પડતા રિક્ષાનો કચ્ચરઘાણ, રિક્ષા લઈને બહાર નીકળે એ પહેલાં ચાલકનું મોત; ફાયર બ્રિગેડને 240 કોલ મળ્યા
Email :

વડોદરા શહેરમાં સોમવારે(5 એપ્રિલ) સાંજે 70થી 80 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. આ દરમિયાન સોમા તળાવ પાસે રિક્ષા પર એક હોર્ડિંગ પડ્યું હતું. જેમાં 53 વર્ષીય રિક્ષાચાલક ગિરીશ ચૌરેનું મોત થયું હતું. જેના CCTV સામે આવ્યા હતા. જેમાં રિક્ષા ઉપર હોર્ડિંગ પડતું દેખાય છે અને જેમાં તેનું મોત થયું હતું. વાવાઝોડામાં 3 લોકોના મોત ગઈકાલે(5 એપ્રિલ) સાંજે આવેલા વાવાઝોડામાં વડોદરા શહેરના સુભાનપુરામાં વાયર તૂટી ગયો હતો.

જેમાં કરંટ લાગતાં 55 વર્ષીય જયેશ મોરે અને એક શ્વાનનું મોત થયું હતું. જ્યારે લાલબાગ તરફ જતા બસના કંડક્ટર પર્વત ડાંગરનું કરંટ લાગવાથી મોત થયુ હતું અને સોમા તળાવ દર્શનમ કોમ્પ્લેક્સ પાસે રિક્ષા પર હોર્ડિંગ પડતાં 53 વર્ષીય ગિરીશ ચૌરેનું મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ચાલક રિક્ષાને આગળ પાછળ કરતો જોવા મળે છે. આ દરમિયાન જ અચાનક વાવાઝોડાના કારણે હોર્ડિંગ ધરાશાયી થયું હતું. જેમાં રિક્ષાચાલકનું

મોત થયું હતું. ગઈકાલે આવેલા વાવાઝોડામાં વિવિધ સ્થળોએ 10 લોકોને ઇજા પહોંચી હતી. હોર્ડિંગ ફ્રી વડોદરાના દાવા પોકળ વડોદરા શહેરમાં મોટા મોટા હોર્ડિંગ લાગેલા છે. જેને કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે. વડોદરા મહાનગરપાલિકાએ હોર્ડિંગ ફ્રી વડોદરા કરવાના દાવા કર્યા હતા. પરંતુ આ દાવો પોકળ સાબિત થયો છે અને હોર્ડિંગ પડવાથી એક રિક્ષાચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા ક્યારે હોર્ડિંગ ફ્રી વડોદરા કરશે તે જોવું રહ્યું. 127 વીજ ફીડર

બંધ થતાં અંધારપટ છવાયો હતો આ ઉપરાંત ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા 127 વીજ ફીડર બંધ થતાં અંધારપટ થઈ ગયો હતો. આ દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડને વૃક્ષો પડવા, હોર્ડિંગ પડવા, વીજ પોલ ધરાશાયી, જર્જરીત મકાનોનો દિવાલો ધરાશયી થવા સહિતની 240 જેટલી ફરિયાદો મળી હતી. જેમાંથી 200 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને હજી પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલી રહી છે. વીજળીના કડાકા સાથે 30 મિમી વરસાદ વરસ્યો હતો વડોદરા શહેરમાં વીજળીના કડાકા સાથે 30

મિમી વરસાદ વરસ્યો હતો. શહેરમાં સાંજે અડધો કલાક ફૂંકાયેલા 70થી 80 કિમીના પવનથી વાતાવરણ ધૂળિયું થતાં વિઝિબિલિટી ઝીરો થઈ હતી. જેને પગલે ઓફિસથી ઘરે જતા લોકોએ ઝીરો વિઝિબિલિટીથી વાહનો પાર્ક કરી દુકાન, શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ સહિતના સ્થળે આશરો લેવો પડ્યો હતો. સવારથી વડોદરા શહેરમાં વાદળછાયુ વાતાવરણ આજે સવારથી વડોદરા શહેરમાં વાદળછાયુ વાતાવરણ છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વરસાદની છાંટા પણ પડી રહ્યા છે. તો બીજી તરફ ગઈકાલના

વાવાઝોડાને પગલે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઈ થતા ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે. વડોદરા શહેરમાં 7 મે સુધી થંડરસ્ટ્રોમની અસર વર્તાશે પાકિસ્તાન-રાજસ્થાનની બોર્ડર પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું.જેની અસરના પગલે શહેરમાં સોમવારના રોજ વાવાઝોડા સાથે થંડરસ્ટ્રોમનાં વાદળો ગાજવીજ સાથે વરસ્યાં હતાં. જમીનની ગરમ હવા ઉપર તરફ પહોંચીને ઠંડી થાય છે અને તે થંડરસ્ટ્રોમનાં વાદળોમાં રૂપાંતરિત થઈને વીજળીની ગર્જના સાથે વરસતા હોય છે. વડોદરા શહેરમાં 7 મે સુધી થંડરસ્ટ્રોમની અસર વર્તાશે.

Leave a Reply

Related Post