LJ યુનિવર્સિટમાં 'LJ Cup 5.0' ટૂર્નામેન્ટ યોજાઈ: 6 રાજ્યોના 2000થી વધુ ખેલાડીઓએ 3 લાખની ઇનામ રાશિ માટે સ્પર્ધા કરી; 10,000 પ્રેક્ષકોએ માણ્યો ખેલ

LJ યુનિવર્સિટમાં 'LJ Cup 5.0' ટૂર્નામેન્ટ યોજાઈ:6 રાજ્યોના 2000થી વધુ ખેલાડીઓએ 3 લાખની ઇનામ રાશિ માટે સ્પર્ધા કરી; 10,000 પ્રેક્ષકોએ માણ્યો ખેલ
Email :

અમદાવાદની LJ યુનિવર્સિટી કેમ્પસ, મકરબા ખાતે યોજાયેલ LJ Cup 5.0 ટૂર્નામેન્ટમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાંથી આવેલા 2000થી વધુ ખેલાડીઓએ 7 રમતોમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં બાસ્કેટબોલ, કબડ્ડી, ફૂટબોલ, વૉલીબોલ, પિકલબોલ, ચેસ અને આર્મ રેસલિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો

હતો. 200થી વધુ ટીમોએ 150 કલાકથી વધુ સમય સુધી રમાયેલી મેચોમાં ભાગ લીધો હતો, જેને માણવા લગભગ 10,000 પ્રેક્ષકો ઉમટ્યા હતા. LJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં રૂ. 3 લાખથી વધુની ઇનામ રાશિ, 20થી વધુ ટ્રોફી અને 250થી વધુ મેડલ્સ વિજેતાઓને એનાયત કરવામાં આવ્યા હતા. 6

રાજ્યોની રમત સંસ્થાઓએ આ ટૂર્નામેન્ટમાં સહભાગિતા નોંધાવી હતી અને રેફરી તરીકે પણ સેવાઓ આપી હતી. આ ટૂર્નામેન્ટે ગુજરાતના રમતગમત ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે અને આગામી વર્ષે વધુ મોટા પાયે આયોજનનો સંકલ્પ કર્યો છે. વિવિધ શાળાઓ, કોલેજો, અકાદમીઓ અને ક્લબ્સના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય અને સ્પોર્ટ્સમેનશિપનું પ્રદર્શન કર્યું હતું.

Related Post