‘હું માફીને લાયક તો છું જ નહીં…’: જર્મની જવાના 10 લાખ હારવા સાથે 10 લાખનું દેવું, જુગાર રમવા લીધેલા 80 હજાર સામે 2 લાખ માગતાં સુરતના યુવકનો આપઘાત

‘હું માફીને લાયક તો છું જ નહીં…’:જર્મની જવાના 10 લાખ હારવા સાથે 10 લાખનું દેવું, જુગાર રમવા લીધેલા 80 હજાર સામે 2 લાખ માગતાં સુરતના યુવકનો આપઘાત
Email :

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત ગાબાણીના આપઘાતના કેસમાં બેડ નીચેથી મળેલી સુસાઇડ નોટમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા. જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતાં ચિત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો. પોલીસે આ મામલે અજય મહાકાલની ધરપકડ કરી હતી. મૃતક જર્મની જવાના પ્રયાસમાં હતો મળતી માહિતી પ્રમાણે, મૂળ બોટાદના સ્વામીના ગઢડાના ગુંદાળા ગામના વતની અને હાલમાં લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશિપમાં રહેતા ખોડાભાઈ

ગાબાણી હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાત ચલાવે છે. ખોડાભાઈનાં ત્રણ સંતાન પૈકી 23 વર્ષના ચિતે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. વર્ષ 2022માં સિંગાપોર હોટલ મેનેજમેન્ટનો કોર્સ શીખવા ગયો હતો અને એપ્રિલ 2023માં પરત ફર્યો હતો. તે જર્મની જવા પ્રયાસો કરતો હતો. જર્મની ગવર્નમેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં 10.80 લાખ બતાવવા પડતા હોય એ રકમ તેણે બેંકમાં જમા કરાવી હતી. ચિતે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો જર્મની જવાની તૈયારી કરતો ચિત અચાનક

બે દિવસ પહેલાં બપોરે 2 વાગ્યે બહારથી આવ્યા બાદ પોતાના રૂમમાં ગયો હતો. 4 વાગ્યે માતા આશાબેને ઉઠાડવા માટે ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસીવ કર્યો નહોતો, જેથી આશાબેને તરત જ પતિને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અને પાડોશીઓની મદદથી બારી વાટે અંદર જઈને પુત્ર ચિતની ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઈ ચોંકી ગયા હતા. ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ દોડી ગઇ હતી અને લાશનો કબજો લઈ સ્મિમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. રૂમમાં બેડ નીચેથી સુસાઇડ

નોટ મળી બીજી તરફ રૂમમાં બેડની નીચેથી એક પેજમાં અંતિમ સંદેશ સોરી પપ્પા-મમ્મી હું જાઉં છું, તમને તો ખબર છે મેં કેટલા પૈસા ગુમાવ્યા વગેરે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. એના આધારે પોલીસે 80 હજારના બદલામાં 2 લાખની ઉઘરાણી કરી આપઘાત કરવા મજબૂર કરનાર અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ (ઉં.વ.31 રહે. મહાલક્ષ્મી સોસાયટી, સરથાણા અને મૂળ. લિલિયા, તા. મોટા લિલિયા, અમરેલી) વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. સુસાઇડ નોટમાં શું ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે SORRY પપ્પા-મમ્મી,

હું જાઉં છું, તમને તો ખબર જ છે મેં કેટલા પૈસા ગુમાવ્યા છે, પણ જે તમને નથી ખબર, જર્મની માટે જે પૈસા બ્લોક કરાવ્યા હતા ઈ પૈસા હુ હારી ગયો તો ઇ પૈસા મેં ગયા વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જ ગુમાવી દીધા હતા. મેં ડુપ્લિકેટ લેટર બનાવીને વિઝા એપ્લાય કર્યા તા વિચાર્યુ હતું કે વિઝા આવી જશે અને હું ત્યાં જઈને તમને બધાને હકીકત કઈ દઈશ, પણ વિઝા મળ્યા નહિ છતાં હું પાછો વળ્યો નહિ. મેં ગામમાંથી પૈસા માગવાનું ચાલુ કર્યું.

10%, 20%ના પૈસાથી રમ્યો, હાર્યો-જીત્યો બધું થયું. છેલ્લે બધું પૂરું થઇ ગયું. મુકુંજના ઉછીના પૈસા પણ હારી ગયો. નિહાર અને મુકુંજ આ બે માણસે મારે જ્યારે જરૂર પડી ત્યારે મારો સાથ આપ્યો છે. જો આ બંને ના હોત તો આ પગલુ મેં કદાચ બહુ સમય પહેલાં લઇ લીધું હોત. ટોટલ 80 હજાર હતા, હવે 2 લાખ માગે છે વાંધો નહિ, જે થયું એ હજુ એક પૈસા અજયભાઇ શિરોયા(મહાકાલ) પાસેથી મેં ટોટલ 80 હજાર લીધા હતા, જે અમે ભાગીદારીમાં જુગાર રમતા

હતા, જેના 60 હજાર રૂપિયા તેમના ભાગમાં આવ્યા હતા ને મારા ભાગમા કંઈ નહીં, તો મેં તેમને 10/5/2025ના તારીખના બે ચેક આપ્યા હતા. એક 1,50,000 અને 1,20,000નો જે હુ ટાઇમસર પરત નહોતો કરી શક્યો, તો તારીખ 10/5/2025ના રોજ મેં તેમને બીજી તા-10/6/2025ના બે લાખ રૂપિયાનો ચેક આપેલો છે. ટોટલ 80,000 હતા ને હવે તે મારી પાસે 2,00,000 રૂપિયા માગે છે. માફીને લાયક તો હું છુ જ નહીં, પણ છતાં બની શકે તો મને માફ કરી દેજો ટોટલ 10 લાખનું દેવું મેં કરી

નાખ્યું છે અને આ આંકડો આગળ ના જાય એના માટે હું આ પગલું ભરું છું. બની શકે તો અજય શિરોયા(મહાકાલ)ને સજા મળે તો આપજો. બાકી થયું, મારો શોક મહેરબાની કરીને મનાવતા નહીં. માફીને લાયક તો હું છું જ નહીં, પણ છતાં બની શકે તો મને માફ કરી દેજો. સોરી SORRY લિ. તમારો દીકરો. આ સાથે ફોનનો પાસવર્ડ એમાં ફોનમાં મારી એપલ આઇ.ડી નથી, અજયભાઈના માણસની છે. તે બિચારાનો કોઇ વાંક નથી, અજયનો જ વાંક છે બધો. અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ

સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરાઈ લસકાણા પોલીસે અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. અજય શિરોયા ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની સામે સરથાણા અને કાપોદ્રામાં હત્યાની કોશિશ, મારામારી, પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે. આ મામલે લસકાણા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક દ્વારા અન્ય લોકો પાસેથી પણ રૂપિયા લેવામાં આવ્યા હતા તો તેમના દ્વારા પણ દબાણ કરવામાં આવતું હતું કે નહીં એ અંગે પણ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Related Post