Lunar Eclipse 2025: હોળીના દિવસે દુર્લભ ખગોળીય ઘટના, ચંદ્ર દેખાશે લાલ રંગનો

Lunar Eclipse 2025: હોળીના દિવસે દુર્લભ ખગોળીય ઘટના, ચંદ્ર દેખાશે લાલ રંગનો
Email :

હોળીનો તહેવાર નજીકમાં છે. હોળીનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ આ વખતે હોળીના દિવસે એક ખગોળીય ઘટના બનવા જઇ રહી છે. 14 માર્ચ હોળીના દિવસે વર્ષનું પહેલુ પૂર્ણ ચંદ્ર ગ્રહણ થવાનું છે. જે એક બ્લડ મૂનના રૂપમાં દેખાશે. આ એક દુર્લભ ખગોળીય સંયોગ છે. જેમાં ચંદ્રમા લાલ રંગના દેખાય છે. ત્યારે આવો જાણીએ શું હોય છે બ્લડ મૂન.

ચંદ્રગ્રહણ શું છે?

ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. આ ઘટના ત્યારે બને છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે. આ સ્થિતિમાં, સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી કારણ કે પૃથ્વી ચંદ્રને તેના પડછાયાથી ઢાંકી દે છે. જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં આવી જાય છે, ત્યારે તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર આંશિક રીતે ઢંકાયેલો હોય છે, ત્યારે તેને આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

ચંદ્ર કેમ દેખાય છે લાલ ?

બ્લડ મૂન એ સ્થિતિ છે જ્યારે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ લાલ થઈ જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો પડછાયો સૂર્યપ્રકાશને અવરોધે છે, પરંતુ વાતાવરણમાં હાજર ધૂળ, ગેસ અને અન્ય કણોને કારણે લાલ કિરણો ચંદ્ર પર પહોંચે છે, જેના કારણે ચંદ્ર લાલ દેખાય છે. આ ઘટનાને 'રેલે સ્કેટરિંગ' અસર કહેવામાં આવે છે. જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે, ત્યારે વાદળી કિરણો વિખેરાઈ જાય છે અને લાલ કિરણો ચંદ્ર પર પહોંચે છે, જેના કારણે તે લાલ કે નારંગી રંગનો દેખાય છે. બ્લડ મૂન એક દુર્લભ ઘટના છે, જે સામાન્ય રીતે વર્ષમાં ફક્ત એક કે બે વાર જ જોવા મળે છે. આ ઘટના ત્યારે થાય છે જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ હોય છે અને પૃથ્વીનો પડછાયો બરાબર ચંદ્ર પર પડે છે.

14 માર્ચ 2025એ પૂર્ણ ચંદ્રગ્રહણ

પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ 14 માર્ચ, 2025ના રોજ થશે, જે ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ સવારે 9.29 થી બપોરે 3.29 સુધી રહેશે. આ સમયે ભારતમાં દિવસનો સમય હોવાથી અહીંના લોકો આ આકાશી દૃશ્યનો અનુભવ કરી શકશે નહીં. જોકે, આ ગ્રહણ અન્ય દેશોમાં સ્પષ્ટપણે દેખાશે.

ક્યાં દેખાશે બ્લડ મૂન ?

આ ચંદ્રગ્રહણ દરમિયાન, ચંદ્રનો રંગ લાલ થઈ જશે, જેને બ્લડ મૂન કહેવામાં આવશે. આ ખગોળીય ઘટના ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પૂર્વ એશિયા અને એન્ટાર્કટિકામાં દેખાશે.

ભારતમાં ચંદ્રગ્રહણ કેમ દેખાશે નહીં?

આ ચંદ્રગ્રહણ જ્યારે થવાનું છે તે સમયે ભારતમાં દિવસ હશે. ભારતમાં વધુ સૂર્યપ્રકાશ હશે. સૂર્યપ્રકાશછી ચંદ્ર આખો ઢાંકાઇ જાય છે. તેથી આ ખગોળીય ઘટના ભારતમાં દેખાશે નહીં. રાત્રે જ્યારે ચંદ્ર આકાશમાં હોય અને સૂર્યપ્રકાશ ઓછો હોય ત્યારે જ ચંદ્રગ્રહણ જોઈ શકાય છે. તેથી આ ચંદ્રગ્રહણની ભારતમાં કોઈ અસર થશે નહીં.

બ્લડ મૂનનો જ્યોતિષીય દ્રષ્ટિકોણ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બ્લડ મૂનને એક ખાસ ખગોળીય ઘટના માનવામાં આવે છે, જે જીવનમાં કેટલાક ફેરફારો અને સંકટનો સંકેત આપે છે. કેટલાક લોકો તેને શુભ માને છે, જ્યારે કેટલાક તેને અશુભ માને છે. જોકે, આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને તે મોટે ભાગે માન્યતાઓ અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની સંદેશ ડિઝીટલ દ્વારા ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Related Post