lunar eclipse solar eclipse : વર્ષનું બીજુ ચંદ્ર અને સૂર્ય ગ્રહણ ક્યારે?

lunar eclipse solar eclipse : વર્ષનું બીજુ ચંદ્ર અને સૂર્ય ગ્રહણ ક્યારે?
Email :

જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે દેશ અને દુનિયાભરના તમામ 12 રાશિના લોકોના જીવનને અસર કરે છે.વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 14 માર્ચે થયું હતું અને બીજું સૂર્યગ્રહણ 29 માર્ચે થયું હતું. જોકે, બંને ગ્રહણ ભારતમાં દેખાઈ શક્યા ન હતા. હવે લોકો જાણવા માટે ઉત્સુક છે કે વર્ષનું બીજું ચંદ્ર અને સૂર્યગ્રહણ ક્યારે થશે. આ સાથે, એ પણ મહત્વનું છે કે સૂતક કાળ માન્ય રહેશે કે નહીં.

વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ક્યારે થશે?

જ્યોતિષ ગણતરી મુજબ, વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, 2025 ના રોજ થશે. ભાદ્રપદ પૂર્ણિમા આ દિવસે હશે. ભારતીય સમય મુજબ, આ ગ્રહણ 8 સપ્ટેમ્બરની રાત્રે 9:57 વાગ્યાથી 12:23 વાગ્યા સુધી રહેશે.

ચંદ્રગ્રહણનો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં?

વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. આથી સૂતક કાળ માન્ય રહેશે અને આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ સૂતક કાળના નિયમોનું પાલન કરવું પડશે.

કયા દેશોમાં દેખાશે ચંદ્રગ્રહણ

ભારત ઉપરાંત, વર્ષનું બીજું ચંદ્રગ્રહણ યુરોપ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને એશિયામાં દેખાશે.

ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?

જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

વર્ષ 2025નું બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે?

વર્ષ 2025નું છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ થશે. આ દિવસે આસો અમાસ હશે. આ ગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાથી 22 સપ્ટેમ્બરના રોજ સવારે 3:24 વાગ્યા સુધી રહેશે.

સૂર્યગ્રહણનો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં?

વર્ષના પહેલા સૂર્યગ્રહણની જેમ, બીજું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આથી, સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. આ ગ્રહણ ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરના કેટલાક ભાગોમાં દેખાશે.

સૂર્યગ્રહણ ક્યારે થાય છે ?

જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

Leave a Reply

Related Post