ચંડોળા તળાવ પર લલ્લા બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મ હાઉસ: ગેરકાયદે જગ્યમાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની તમામ વ્યવસ્થા, પોલીસ કમિ. પણ જોઇને ચોંકી ગયા

ચંડોળા તળાવ પર લલ્લા બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મ હાઉસ:ગેરકાયદે જગ્યમાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની તમામ વ્યવસ્થા, પોલીસ કમિ. પણ જોઇને ચોંકી ગયા
Email :

અમદાવાદમાં શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ હાલ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. ચંડોળા તળાવમાં તપાસ કરવા પોલીસ કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાન સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. આ તપાસ દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિક એક જગ્યાએ આવીને થોભી ગયા અને આશ્ચર્યમાં પડી ગયા કે, આવડું મોટું ફાર્મ હાઉસ કોનું હશે? તપાસ કરતા 2000 વારમાં ફેલાયેલું આ આલીશાન ફાર્મ હાઉસ લલ્લા બિહારી નામના શખ્સનું હોવાનું સામે

આવ્યું હતું. જો કે લલ્લુ બિહારી પોલીસના હાથમાં આવ્યો નહોતો અને નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભવ્ય હવેલીને પણ ટક્કર મારે એવા આ ફાર્મ હાઉસની ન્યુ ગુજરાત દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે અહીંના એક ટપોરી એવા લલ્લા બિહારીએ આ ગેરકાયદેસ ફાર્મ હાઉસ ઊભું કર્યું છે. ઝૂંપડપટ્ટી વચ્ચે ટપોરીઓ ઐયાશીનો અડ્ડો ઊભો કર્યો સામાન્ય રીતે કોઈ ચંડોળાથી પસાર થાય અને નજર કરે તો માત્ર ઝૂંપડપટ્ટી અને ત્યાંના ગરીબ લોકો રખડતા ભટકતા જ દેખાતા હોય છે. પરંતુ આ

બધાની પાછળ પણ કેટલાક ટપોરીઓએ જગ્યાને ઐયાશીનો અડ્ડો બનાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે. વૃક્ષોથી ઢંકાયેલી છે લલ્લાની જગ્યા ન્યુ ગુજરાતની ટીમે જોયું તો રોડ પર ઝૂંપડપટ્ટીની બાજુમાંથી પસાર થતો એક નાનકડો ખાંચો અને ત્યાં નીચે ઊતરતા એક ફાર્મ હાઉસ દેખાય છે. આજુબાજુમાં લીલાછમ વૃક્ષોથી ઢાંકેલી આ જગ્યા લલ્લા બિહારીની જગ્યા કહેવાય છે. ફાર્મ હાઉસમાં ફૂવારા, હીંચકા અને AC રૂમ જો કે સામાન્ય રીતે આ વિસ્તારમાં પાર્કિંગ છે તેમ કહેવામાં આવે છે. પરંતુ લલ્લુ બિહારીએ તળાવનો ભાગ કબજે કરીને

2000 વારનું ફાર્મ હાઉસ બનાવ્યું છે અને ત્યાં જ ગેરકાયદેસર વાહન પાર્કિંગ કરે છે. આ ફાર્મ હાઉસમાં અંદર જતા જ પહેલાં ગાર્ડન, ફુવારા, હીંચકા અને એર કન્ડિશન રૂમ જોવા મળે છે. જ્યારે પાછળની તરફ પણ એટલી જ વ્યવસ્થા છે. જ્યાં કિચનથી લઈને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવી દીધો છે. ગેરકાયદે પાર્કિંગ ઊભું કરી જગ્યા કબજે લેવાનું શરૂ કર્યું હતું આ બધાની સાથે ન્યુ ગુજરાતે પણ આ જગ્યાની તપાસ કરતા જાણવા મળ્યું કે લલ્લા બિહારીએ ધીમે ધીમે ચંડોળા તળાવનો ભાગ

કબજે કરવાનું શરૂ કર્યું. લલ્લાએ પહેલા પાર્કિંગ ઊભું કરી આ જગ્યા પર કબજો કરવાનું શરૂ કર્યું હતું. તેમાંથી કરેલી કાળી કમાણીમાંથી આ ભવ્ય ફાર્મ હાઉસ પણ ઊભું કરી દીધું છે. હવે ફાર્મ હાઉસને તોડી પાડવાની તૈયારીઓ શરૂ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, પોલીસ આ ફાર્મ હાઉસને ધ્વસ્ત કરવા માટે કોર્પોરેશનને જાણ કરશે. પરંતુ અત્યાર સુધી આ જગ્યાનો દુરુપયોગ કર્યો હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. આ જગ્યાએથી પણ અનેક લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. ચંડોળા તળાવ વિસ્તાર એટલો બદનામ

છે કે ત્યાં લોકોએ પાસપોર્ટ પણ બનાવી લીધા છે અને એક બે નહીં પણ 590 જેટલા પાસપોર્ટ વેરિફિકેશન વગર થઈ ગયા હોવાની શંકાને આધારે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ તમામ પાસે ભારતીય ડોક્યુમેન્ટ છે પરંતુ તે કઈ રીતે આવ્યા તેની પણ અલગ તપાસ ચાલી રહી છે. અમદાવાદનું મિની બાંગ્લાદેશ બની ગયું છે ચંડોળા તળાવ અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર 1200 હેક્ટર વિસ્તારને આવરે છે.

ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. ન્યુ ગુજરાતની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચી તો અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદી રહી હતી. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી હતી કે એક સાઈકલ પણ ન જઈ શકે, ન્યુ ગુજરાતની ટીમ સ્થાનિક આગેવાનની મદદથી ચાલતી ચાલતી બંગાળીવાસમાં પહોંચી. આ એ જ બંગાળીવાસ છે જ્યાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસલમાનો વર્ષોથી રહે છે. પરંતુ આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે જે પોતાને

ભારતના નાગરિક ગણાવે છે. આવા કેટલાક ઘૂસણખોરોના કારણે અહીં આસપાસમાં વર્ષોથી રહેતા મુસલમાનોને તકલીફનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં બહારનો કોઈ વ્યક્તિ એકલો આવી જાય તો તેની સાથે કંઈ પણ થઈ શકે તેવો આ વિસ્તાર છે. 2010થી 2024 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં દબાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 જટેલા બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કર્યા છે અને ત્રણ મહિનામાં વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે, ત્યારે આ આખું ઓપરેશન કરવા પાછળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેટેલાઈટ મેપથી ચંડોળા તળાવ આસપાસ કેટલા સમયથી બાંગ્લાદેશીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે શોધવામાં આવ્યું હતું. જેમાં એક અંદાજે 1.4 લાખ સ્ક્વેર મીટર જગ્યામાં દબાણ ઊભું કરાયું હોવાના પુરાવા મળ્યા હતા. ત્યારે એજન્ટોની મદદથી કોઇએ ભારતીય ડોક્યુમેન્ટ બનાવડાવ્યા તો કોઇએ ઝૂંપડાં બનાવી દીધાં હતાં. વર્ષ 2010થી 2024 સુધીના સમયગાળામાં આ જગ્યા પર દબાણ થયું છે અને આ પહેલાં પણ આનાથી વધારે દબાણ થયું હોવાનું પણ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)

Leave a Reply

Related Post