માધવ ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે યોજાયો: 800 વિદ્યાર્થીઓએ દોડ-કૂદ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

માધવ ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે યોજાયો:800 વિદ્યાર્થીઓએ દોડ-કૂદ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો
Email :

અમદાવાદ પૂર્વની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા માધવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્પોર્ટ્સ ડિરેક્ટર રાકેશ ક્ષત્રિયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 3થી 11ના કુલ 800 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પી.ટી. શિક્ષિકા ખુશી રાજપૂત

અને અન્ય શિક્ષકોના સહયોગથી વિવિધ રમતો અને એથ્લેટિક્સ સ્પર્ધાઓ દોડ, ફેંક કૂદ, રસ્સાખેંચ અને માર્ચપાસ્ટ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. શાળાના આચાર્ય વિનોદ રાવે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત શાળા ટ્રસ્ટી ડૉ. મૃણાલ પ્રજાપતિએ રમતગમતનું મહત્વ સમજાવતા જણાવ્યું

કે, રમત માત્ર જીત-હાર પૂરતી સીમિત નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે. તેમણે ઉમેર્યું કે રમતગમત દ્વારા બાળકોમાં ચારિત્ર્ય નિર્માણ, શિસ્ત, એકતા અને સહકારની ભાવના વિકસે છે, જે તેમને એક નિર્ભય અને પ્રામાણિક નાગરિક બનવામાં મદદરૂપ થાય છે.

Related Post