Magh Purnima 2025: આ કામ ન કર્યુ તો અધુરૂ રહેશે માઘ સ્નાન

Magh Purnima 2025: આ કામ ન કર્યુ તો અધુરૂ રહેશે માઘ સ્નાન
Email :

આ વર્ષે 12 ફેબ્રુઆરી, બુધવારે માઘ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન-પુણ્ય મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર, પ્રયાગરાજમાં સંગમ કાંઠે સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ આ દિવસે પિતૃઓને તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે, જેનાથી તેઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે.

પિતૃદોષથી છુટકારો મેળવવા માટે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી લાભ થાય છે. ચાલો જાણીએ માઘ પૂર્ણિમાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ક્યા ત્રણ કાર્ય કરવા જોઈએ.

માઘ પૂર્ણિમાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય

સ્નાન પછી તર્પણ કરવુ

જો તમે માઘ પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરી રહ્યા હોવ તો સ્નાનના છેલ્લા ચરણમાં કમર સમા ઊંડા પાણીમાં ઊભા રહો, તમારી અંજલિમાં પવિત્ર જળ લો અને તમારા પૂર્વજોનું ધ્યાન કરો. આ પછી અંગૂઠા અને તર્જની વચ્ચે જળ ચઢાવો. આ પદ્ધતિને પૂર્વજોને જળ અર્પણ કરવાની પરંપરાગત પદ્ધતિ માનવામાં આવે છે. જે લોકો ઘરમાં સ્નાન કરતા હોય તેમણે સ્નાન કર્યા બાદ કુશ, જળ અને કાળા તલ દ્વારા તર્પણ અર્પણ કરવું જોઈએ. કુશ ધારણ કરી કાળા તલ મિશ્રિત જળ પિતૃઓને અર્પણ કરવાથી તેઓ સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ આપે છે.

અન્ન અને વસ્ત્રોનું દાન કરો

સ્નાન અને તર્પણ પછી પિતૃઓને પ્રસન્ન કરવા માટે અન્ન અને વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સફેદ વસ્ત્રોનું દાન કરવાથી પિતૃદોષની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.

પિતૃઓ માટે દીવો પ્રગટાવો

માઘ પૂર્ણિમાની સાંજે પૂર્વજોની યાદમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાની પરંપરા છે. સૂર્યાસ્ત પછી અંધારું વધવા લાગે ત્યારે ઘરની બહાર દક્ષિણ દિશામાં દીવો રાખવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે પૂર્વજો પૃથ્વી પરથી પોતાના ધામમાં પાછા ફરે છે અને દીવો પ્રગટાવવાથી તેમના માર્ગ પર પ્રકાશ આવે છે, જેના કારણે તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.

Related Post