MahaKumbh 2025: પ્રયાગરાજમાં વિવિધ અખાડાઓમાં 7 હજારથી વધુ મહિલાઓએ સંન્યાસ લીધો

MahaKumbh 2025: પ્રયાગરાજમાં વિવિધ અખાડાઓમાં 7 હજારથી વધુ મહિલાઓએ સંન્યાસ લીધો
Email :

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં, વિવિધ અખાડાઓમાં 7 હજારથી વધુ મહિલાઓએ સંન્યાસ લીધો સાંસારીક જીવન છોડી દીક્ષા લીધી. સત્તાવાર નિવેદન અનુસાર, જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી, શ્રી પંચદશનમ આવાહન અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અરુણ ગિરી અને વૈષ્ણવ સંતોના ધર્માચાર્યો હેઠળ સનાતનમાં જોડાનાર મહિલાઓની સંખ્યા વધુ રહી. આ વખતે તમામ મુખ્ય અખાડાઓમાં 7,000 થી વધુ મહિલાઓએ ગુરુ દીક્ષા લીધી અને સનાતનની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી.

આ વખતે મહાકુંભમાં 246 મહિલાઓને નાગા સન્યાસિનીમાં દીક્ષા આપવામાં આવી હતી

સન્યાસિની શ્રી પંચ દશનમ જુના અખાડાના પ્રમુખ ડૉ. દીવ્યા ગિરીએ જણાવ્યું હતું કે 'આ વખતે મહાકુંભમાં 246 મહિલાઓને નાગા સન્યાસિનીમાં દીક્ષા આપવામાં આવી હતી. અગાઉ 2019ના કુંભમાં 210 મહિલાઓને નાગા સન્યાસિનીમાં દીક્ષા આપવામાં આવી હતી. દીવ્યા ગિરીએ જણાવ્યું હતું કે જે મહિલાઓને દીક્ષા આપવામાં આવી હતી, તેમાંથી મોટાભાગની ઉચ્ચ શિક્ષિત અને આત્મચિંતન માટે જોડાઈ હતી. તેમણે કહ્યું કે, મહાકુંભ જેવી ધાર્મિક અને આધ્યાત્મિક ઘટનાઓ લોકોને સનાતનને સમજવા અને તેની સાથે જોડાવવાની તક પૂરી પાડે છે.

મહાકુંભના અંતિમ ચરણમાં પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે

મહાકુંભમાં યુવાનોની ભૂમિકા પર રિસર્ચ કરવા આવેલી દિલ્હી યુનિવર્સિટીની રિસર્ચ સ્ટુડન્ટ ઈપશિતા હોલકરે જણાવ્યું હતું કે મહાકુંભના પ્રથમ સ્નાનોત્સવ - પોષ પૂર્ણિમાથી માંડીને વસંત પંચમી સુધી વિવિધ પ્રવેશદ્વારો પર કરાયેલા સર્વેમાં મહાકુંભમાં આવતા દર 10 મુલાકાતીઓમાંથી ચાર મહિલાઓ જોવા મળી હતી, જેમાં નવી પેઢીની સંખ્યા 40 ટકા છે. ગોવિંદ વલ્લભ પંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ દ્વારા આ વિષય પર જે સર્વે અને સંશોધન કરવામાં આવી રહ્યું છે તે પણ સંકેત આપે છે કે નવી પેઢીમાં સનાતનને સમજવાની ઈચ્છા ઝડપથી વધી છે.

ઝુંસી, નૈની અને ફાફામાઉ વિસ્તારમાં કલાકો સુધી લોકો વાહનોના ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે

મહાકુંભના અંતિમ ચરણમાં પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. ભીડને મેનેજ કરવામાં વહીવટીતંત્રની હાલત ખરાબ છે. પોલીસ કર્મચારીઓને ક્યારેક સતત 16 થી 18 કલાક સુધી ફરજ બજાવવાની ફરજ પડે છે.

ઝુંસી, નૈની અને ફાફામાઉ વિસ્તારમાં કલાકો સુધી લોકો વાહનોના ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે. કેટલાય કિલોમીટરના ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો ખાવા-પીવા માટે તરસી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોની સરકારોએ પણ લોકોને પ્રયાગરાજ ન જવાની અપીલ કરી છે. તેમ છતાં, શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી ડૂબકી મારવા માટે સતત પ્રયાગરાજ તરફ કૂચ કરી રહ્યા છે.

Related Post