Maha Shivratri 2025: ચારેય પ્રહરની પૂજાનો પ્રારંભ મધ્યરાત્રિ બાદ શરૂ થશે

Maha Shivratri 2025: ચારેય પ્રહરની પૂજાનો પ્રારંભ મધ્યરાત્રિ બાદ શરૂ થશે
Email :

મહાશિવરાત્રી એટલે જીવની શિવ સાથેની મુલાકાત. શિવજીની આરાધનામાં ભક્તો ભાવથી શિવપૂજા કરશે. શિવાલયોમાં રોજબરોજ ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા કરવા આવે છે ત્યારે આ વર્ષે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી હોવાને નાતે જયોતિષ શાસ્ત્રીઓએ કરેલા અભ્યાસને અંતે એવું તારણ કાઢયું છે કે આ વર્ષે શિવરાત્રીનો પ્રારંભ પંચકમાં થવાનો છે. જોકે પૂજા માટે કોઈ બાધ આવતો નથી. પરંતુ શિવરાત્રીના દિવસે ભક્તોએ શિવાલયોમાં જઈ કમળના દર્શન કરી આરતીનો લાભ લેવો જોઈએ.

મહાશિવરાત્રીનો પર્વ અનેક રાશિના લોકો માટે શુભ 

મહાશિવરાત્રીનો પર્વ અનેક રાશિના લોકો માટે શુભ સાબિત થશે. આ દિવસે ભગવાન શિવની કૃપા અનેક લોકો પર સકારાત્મક અસર કરશે. મહાદેવના આશીર્વાદથી તમામ અવરોધો દૂર થશે અને જીવનની નવી શરૂઆત થશે. આ સાથે તમને માનસિક તણાવથી પણ રાહત મળશે.

.26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી

આ વખતે અનેક શુભ યોગમાં તા.26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી છે ત્યારે અનેક ભક્તોએ શિવાલયમાં જઈને સૌ પ્રથમ કમળના દર્શન કર્યા બાદ મહાઆરતી સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવો જોઈએ. આ વર્ષે પંચક સાથે શિવરાત્રી હોવાને કારણે મહાપર્વની ઉજવણી થશે તે દિવસે શ્રવણ નક્ષત્ર, વ્યતિપાત અને વિષ્ટીયોગ સાથે પૂજા કરવા માટે મધરાત્રીએ 12.29 મીનીટથી 1 કલાક 17 મીનીટ સુધી પ્રથમ પ્રહરની પૂજા કરી શકાશે.

ચાર પ્રહરની શિવપૂજાનું મહત્ત્વ

બીજા પ્રહરની પૂજા માટે મહાશિવરાત્રીની રાત્રે 9 કલાક 47 મીનીટથી, ત્રીજા પ્રહરની પૂજા 12 કલાક 50 મીનીટ અને ચોથા પ્રહરની પૂજા 3 કલાક 57 મીનીટથી શરૂ કરી શકાશે. દરમિયાન સાંજે 5.17 કલાક સુધી શ્રવણ નક્ષત્ર રહેશે જેથી શિવ ભક્તો આ સમય ગાળા દરમિયાન કમળ અને બિલ્વપત્રના દર્શન કરી પૂજા અર્ચના કરશે તો વધુ લાભ થઈ શકશે. શિવરાત્રી નિમિત્તે રૂદ્રી, શિવ મહિમા સ્ત્રોત પાઠ, શિવતાંડવનું વાંચન કરી શકે છે. 

વર્ષ દરમિયાન 12 શિવરાત્રી આવે છે તેમાં મહાશિવરાત્રીનું મહત્વ અનેરૂ છે. આ દિવસે સૂર્યાસ્ત 6 કલાક 41 મીનીટે થવાનો હોવાથી પ્રહરની પૂજા કરી શકાશે. સ્થિર પંચકમાં હનુમાનજીની પૂજા અર્ચના કરવી શ્રેષ્ઠ છે.

Related Post