Mahakumbh 2025: અખાડા પરિષદે શ્રીલ પ્રભુપાદને 'વિશ્વ ગુરુ'ની ઉપાધીથી સન્નમાનિત કર્યા

Mahakumbh 2025: અખાડા પરિષદે શ્રીલ પ્રભુપાદને 'વિશ્વ ગુરુ'ની ઉપાધીથી સન્નમાનિત કર્યા
Email :

ઈસ્કોન અને વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલનના સ્થાપક અને આચાર્ય શ્રી કૃષ્ણ કૃપામૂર્તિ એ.સી.ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદને ઐતિહાસિક મહાકુંભના પાવન અવસર પર અખિલ ભારતીય અખાડા પરિષદે પહેલી વખત 'વિશ્વ ગુરુ'ની ઉપાધીથી સન્નમાનિત કર્યા છે. નિત્યાનંદ તેરસના પાવનદિવસે નિરંજની અખાડાના પટાંગણમાં વિશ્વગુરૂ પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપાધી શ્રીલાપ્રભુપાદને દુનિયા ભરમાં લાખો-કરોડો અનુયાયીઓને સનાતન ધર્મ સાથે જોડવાના અને ઈસ્કોન પ્રત્યેદેશ-વિદેશમાં જન્મેલી શ્ર્દ્ધાને ધ્યાને રાખાની આપવામાં આવી છે.

આભારવિધિ ભરતર્ષભા દાસે કરી

આ કાર્યક્રમ નિરંજની પીઠાધીશ્વર શ્રી શ્રી 1008 સ્વામી કૈલાશાનંદ ગિરિ મહારાજ, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રીમહંત રવિન્દ્ર પુરી જી મહારાજ, આચાર્ય મહામંડલેશ્વર અવધૂત અરુણ ગિરિ જી, શ્રી આવાહન અખાડા પીઠાધીશો, અખાડાઓના મહામંડલેશ્વરો, સચિવો, શ્રીમહંતો અને હજારો ભક્તોની હાજરીમાં યોજાયો હતો. આ સન્માન સ્વામી શ્રીલા પ્રભુપાદને હરે કૃષ્ણ ચળવળ અને ઈસ્કોન બેંગ્લોરના પ્રમુખ મધુ પંડિત દાસજી અને વૃંદાવન ચંદ્રોદય મંદિરના પ્રમુખ ચંચલપતિ દાસજીની પવિત્ર ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું. આભારવિધિ ભરતર્ષભા દાસે કરી હતી.

તેમના ઉપદેશોએ લાખો લોકોના જીવન બદલી નાખ્યા

આ પ્રસંગે એક નિવેદન આપીને અખાડા પરિષદે જણાવ્યું હતું કે "અમે બધા ખૂબ જ ખુશ અને પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ કે પરમપૂજ્ય પાદ શ્રીલ પ્રભુપાદજીને 'વિશ્વ ગુરુ'નું બિરુદ આપવામાં આવ્યું છે. સનાતન ધર્મના પ્રસારમાં તેમનું યોગદાન અજોડ છે અને તેમના ઉપદેશોએ લાખો લોકોના જીવન બદલી નાખ્યા છે." આ શુભ પ્રસંગે પંચાયતી નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરિજી મહારાજે જણાવ્યું હતું કે આજે અમોનેઆ પવિત્ર ત્રિવેણીના સંગમ કિનારે યોજાઈ રહેલા વિશાળ, ભવ્ય, સ્વચ્છ અને દિવ્ય મહાકુંભના પવિત્ર ઉત્સવમાં તે મહાપુરુષની હાજરીમાં બેસવાનો અવસર મળ્યો. "આ બિરુદ 1968ના થોડા દિવસો પછી મળવું જોઈતું હતું, પરંતુ આજે આ ત્રિવેણીના પવિત્ર કિનારે, આ શુભ કાર્ય કરવાનો શ્રેય આપણને બધાને મળવાનો હતો."

વિશ્વગુરુનું આ બિરુદ સૂર્યને દીવો બતાવવા જેવું

અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીજી મહારાજે કહ્યું કે શ્રીલ પ્રભુપાદ મહારાજજી માટે વિશ્વગુરુનું આ બિરુદ સૂર્યને દીવો બતાવવા જેવું છે. શ્રીલ પ્રભુપાદ મહારાજે શ્રીમદ્ ભગવદગીતા અને શ્રીમદ્ ભાગવતમ પર અદ્ભુત કાર્ય કર્યું. આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 અનંત વિભૂષિત અવધૂત બાબા અરુણ ગિરિ જી મહારાજે કહ્યું હતું કે લોકો મને અવધૂત કહે છે પણ હું સ્વામી શ્રીલ પ્રભુપાદ મહારાજજીને અદભૂત કહું છું. આ શુભ પ્રસંગે, સ્વામી પ્રભુપાદના અનુયાયીઓએ બે-બે વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવો જોઈએ, તો જ તેઓ રાધારાણીને પ્રસન્ન કરી શકશે.

ગ્લોબલ હરે કૃષ્ણ ચળવળના અધ્યક્ષ અને આશ્રયદાતા, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ, વૃંદાવન ચંદ્રોદય મંદિરના અધ્યક્ષ અને ઇસ્કોન બેંગ્લોરના પ્રમુખ શ્રી મધુ પંડિત દાસ, ઈસ્કોન અને હરે કૃષ્ણ ચળવળના તમામ અનુયાયીઓ વતી, આચાર્ય શ્રીલ પ્રભુપાદને વિશ્વ ગુરુની પદવીથી સન્માનિત કરવાનો નિર્ણય લેવા બદલ અખિલ ભારતીય અખાડા પરિષદનો આભાર માને છે. તેમણે કહ્યું કે નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીનો મારા પર વિશેષ પ્રેમ છે, તેથી જ આ બધું શક્ય બની રહ્યુંછે. શ્રીલ પ્રભુપાદના જીવન પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે શ્રીલ પ્રભુપાદે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ફેલાવો કરવા માટે ઘણી તપસ્યા કરી હતી.

શ્રીલ પ્રભુપાદ વિશે ટૂંકો પરિચય

ત્રિદંડી સન્યાસી અને ગોસ્વામી શ્રી શ્રીમદ એ. સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ બ્રહ્મ-મધ્વ-ગૌડિય વૈષ્ણવ પરંપરાના 32મા આચાર્ય છે, જેમણે 70 વર્ષની વયે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને વૃંદાવનના 6 ગોસ્વામીઓના ઉપદેશો અને હરિ નામ સંકીર્તનના મહિમાને સમગ્ર વિશ્વમાં સફળતાપૂર્વક ફેલાવ્યો અને હજારો લોકોએ સનાતન ધર્મના દર્શન અને સંસ્કૃતિને અપનાવીને તેમના જીવન બદલી નાખ્યા. શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતમ પરના તેમના લખાણો વિશ્વભરના લાખો લોકોને 80થી વધુ ભાષાઓમાં વિતરિત કરવામાં આવ્યા છે, અને આજે પણ વિશ્વભરના લાખો લોકોને સનાતન ધર્મ અપનાવવા માટે પ્રેરણા આપે છે. વિશ્વભરમાં સનાતન ધર્મના પ્રસારમાં તેમનું યોગદાન અજોડ છે.

Related Post