Mahakumbh 2025: પ્રયાગરાજના મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં

Mahakumbh 2025: પ્રયાગરાજના મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં
Email :

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યારે મહાકુંભમેળામાં પણ અખાડા અને સાધુ સંતોનાં સ્નાન સાથે શ્રદ્ધાળુઓ તો જોડાયાં જ છે, આ ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. 

મહાકુંભમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ પણ લાભ લીધો

અમૃત સ્નાનમાં સાધુ સાથે શ્વાન પણ સ્નાન કરે, તો કુંભક્ષેત્રમાં કોઈ સાધુ સાથે વાનર પણ યાત્રા કરે. અંહિયા હાથી અને સાધુઓ પણ છે, તો સ્નાન વેળાએ અને સુરક્ષામાં અશ્વો પણ છે. વહેલી સવાર કે સાંજ સતત વિવિધ પંખીઓ પણ ગંગા યમુનાનાં વિશાળ વહેણ સાથે દર્શન લાભ સાથે વિચરણ કરતાં હોય તેમ લાગે. સનાતન શાસ્ત્રોમાં આપણાં ભગવાન પણ પોતાનાં વાહન તરીકે પંખી અને પ્રાણી રાખે છે, ત્યારે આ કુંભમેળામાં સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે.

પ્રયાગરાજમાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષી ઉત્સવ ઉજવાશે

પ્રયાગરાજમાં 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત થનારા ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષી ઉત્સવમાં મહાકુંભ 2025 ના મુલાકાતીઓને સ્થળાંતર કરનારા અને સ્થાનિક પક્ષીઓની 200 થી વધુ પ્રજાતિઓના મેળાવડાને જોવાની તક મળશે. પર્યાવરણીય સંરક્ષણ અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, આ ઇવેન્ટ પ્રકૃતિ પ્રેમીઓ, પક્ષીવિદો અને ભક્તો માટે દુર્લભ પક્ષીઓની પ્રજાતિઓનું અવલોકન કરવા અને તેમના સંરક્ષણના મહત્વને સમજવાની અનન્ય તક પ્રદાન કરશે.ડીએફઓ પ્રયાગરાજે ઉલ્લેખ કર્યો છે કે આ તહેવાર માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ પર્યાવરણીય સંતુલન અને જૈવવિવિધતા સંરક્ષણ માટેના અભિયાનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષી સંરક્ષણ કુદરતી આપત્તિ વ્યવસ્થાપન અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ કરે છે અને આવી ઘટનાઓ લોકોને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મદદ કરશે.

Related Post