Mahakumbh 2025: મહાશિવરાત્રિએ અંતિમ અમૃત સ્નાન, ભીડને લઇને રેલવે એલર્ટ

Mahakumbh 2025: મહાશિવરાત્રિએ અંતિમ અમૃત સ્નાન, ભીડને લઇને રેલવે એલર્ટ
Email :

મહાકુંભ મેળાનું હવે સમાપનને આરે છે. બસ હવે 5-6 દિવસ જ બાકી છે. વળી પાછો શનિ-રવિ આવતો હોવાથી શ્રદ્ધાળુઓની  ભીડ વધશે તેવી શક્યતા નકારી ન શકાય. મેળાના અંતિમ દિવસોમાં ભીડ વધવાની સંભાવના છે. જેને ધ્યાને રાખીને રેલવે દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાળુઓની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, વિવિધ રેલ્વે સ્ટેશનો પર 'હોલ્ડિંગ એરિયા' બનાવવામાં આવ્યા છે. જેની માહિતી મંત્રાલયે ગુરુવારે આપી હતી. મહત્વનું છે કે 15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા.

અમૃત સ્નાન માટે તૈયારીઓ

રેલવેએ મહાશિવરાત્રીના અમૃત સ્નાન માટે પણ તૈયારીઓ કરી લીધી છે. ઉત્તર મધ્ય રેલ્વે, ઉત્તર રેલવે, ઉત્તરપૂર્વ રેલવે અને પૂર્વ મધ્ય રેલવેના વિવિધ સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. મુસાફરોના પ્રવાહને નિયંત્રિત કરવામાં અને ભીડ અટકાવવા માટે આ હોલ્ડિંગ એરિયા પ્લેટફોર્મની બહાર સ્થિત છે.

સ્ટેશનો પર 'હોલ્ડિંગ એરિયા' બનાવાયા

રેલ્વે મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે મુસાફરોને સહકાર આપવા તથા સરળ અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રેલ્વેએ ઉત્તર રેલ્વે, ઉત્તર મધ્ય રેલ્વે, ઉત્તર પૂર્વીય રેલ્વે અને પૂર્વ મધ્ય રેલ્વેના વિવિધ સ્ટેશનો પર 'હોલ્ડિંગ એરિયા' સ્થાપ્યા છે. આ 'હોલ્ડિંગ એરિયા' પ્લેટફોર્મની બહાર સ્થાપિત કરવામાં આવ્યા છે, જે મુસાફરોને નિયંત્રિત કરવામાં અને ભીડને રોકવામાં મદદ કરશે.

કેમ બનાવાયા હોલ્ડિંગ એરિયા

મંત્રાલયે જણાવ્યું હતું કે મુસાફરોને તેમની ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયે જ પ્લેટફોર્મ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય ભીડ વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો અને મુસાફરોની સલામતી વધારવાનો છે. ઉત્તર રેલ્વેએ ગાઝિયાબાદ, આનંદ વિહાર, નવી દિલ્હી, અયોધ્યા ધામ અને બનારસમાં મોટા પાયે હોલ્ડિંગ વિસ્તારો બનાવ્યા છે. ઉત્તર પૂર્વીય રેલ્વેએ બનારસ, સિવાન, બલિયા, દેવરિયા, છાપરા અને ગોરખપુરમાં 'હોલ્ડિંગ એરિયા' પણ બનાવ્યા છે.

60 કરોડ પહોંચશે કુલ સંખ્યા

મહત્વનું છે કે 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી છે. જે 26 ફેબ્રુઆરીના રોજ અંતિમ સ્નાન વિધિ સુધીમાં આ સંખ્યા 60 કરોડને પાર થવાની ધારણા છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

Related Post