Mahakumbh 2025: હું જીવન મૃત્યુના ચક્રોમાંથી…અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ વર્ણવ્યો મહાકુંભનો અનુભવ

Mahakumbh 2025: હું જીવન મૃત્યુના ચક્રોમાંથી…અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ વર્ણવ્યો મહાકુંભનો અનુભવ
Email :

બોલિવૂડથી દૂર રહ્યા બાદ, પ્રીતિ ઝિન્ટા તેના પરિવાર અને બાળકોને પૂરો સમય આપતી જોવા મળે છે. તે પોતાના પરિવાર સાથે ક્યારેક શિમલામાં તો ક્યારેક લંડનમાં ખાસ ક્ષણો વિતાવતી. તે ફક્ત IPL દરમિયાન જ જોવા મળી હતી, પરંતુ હવે તે અભિનેત્રી પુનરાગમનની તૈયારી કરી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. તાજેતરમાં પ્રીતિ પ્રયાગરાજ પહોંચીને મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.

માતા સાથે ગઇ હતી મહાકુંભ

અભિનેત્રી પ્રિતી મહાકુંભ આવી ત્યારે સંપૂર્ણપણે ભગવા પોશાકમાં જોવા મળી હતી અને તેણે ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કર્યું હતું. હવે મહાકુંભના છેલ્લા દિવસે તેણે એક ઝલક શેર કરી છે જેમાં તેણે પ્રયાગરાજ આવવાનો અનુભવ શેર કર્યો હતો. પ્રીતિએ એક લાંબી પોસ્ટ લખીને જણાવ્યું કે તેણેમ મહાકુંભ આવીને કેવો અનુભવ રહ્યો. તેણે લખ્યું કે કુંભ મેળામાં આવવાનો મને આ ત્રીજી વાર મોકો મળ્યો. જે ચમત્કારિક અને દિલને સ્પર્શી જનારો અને થોડો દુઃખદ અનુભવ હતો. ચમત્કારિક એટલા માટે કે હું ભલે ગમે તેટલા પ્રયાસ કરી લઉ પણ હું કહી શકતી નથી કે મને કેવો અનુભવ થયો.

હું જીવન મૃત્યુના ચક્રોમાંથી...

દિલ સ્પર્શી જનારો અનુભવ એટલા માટે કારણ કે હું મારી માતા સાથે ત્યાં ગઇ હતી અને તે મારી માતા માટે ઘણુ ખાસ હતું. સાથે જ કહ્યું કે દુઃખદ એટલા માટે કે હું જીવન અને મૃત્યુના વિવિધ ચક્રોમાંથી મુક્ત થવા માગતી હતી. પરંતુ મને જીવન અને આસક્તિના દ્વંદનો અહેસાસ થયો. શું હું મારા પરિવાર, મારા બાળકો અને મારા પ્રિયજનોને છોડવા તૈયાર છું? ના! હું તૈયાર નથી!

હર હર મહાદેવ..

પ્રીતિ ઝિન્ટાએ વધુમાં ઉમેર્યું કે આ બહુ માર્મિક અને વિનમ્ર કરી દેનારુ હોય છે જ્યારે તમને અહેસાસ થાય છે કે આસક્તિના તાર મજબૂત અને શક્તિશાળી છે. આસક્તિ તમારી ભલે ગમે તે હોય. અંતે તો તમારી આદ્યાત્મિક યાત્રા અને આગળની યાત્રા એકલાની જ હશે. હું આ ધારણા સાથે પરત આવી કે આપણે આદ્યાત્મિક અનુભવ ધરાવતા મનુષ્યો નહી પરંતુ આદ્યાત્મિક પ્રાણી છીએ જે માનવીય અનુભવો કરી રહ્યા છીએ. તેનાથી વધારે મને કંઇ ખબર નથી. પરંતુ મને વિશ્વાસ છે કે મારી જિજ્ઞાસા એ તમામ જવાબો તરફ રસ્તો દોરશે જેની મને શોધ છે. ત્યાં સુધી હર હર મહાદેવ..

Leave a Reply

Related Post