Mahakumbh 2025: ઇશા અંબાણી પતિ સાથે પહોંચી મહાકુંભ, આસ્થાની લગાવી ડૂબકી

Mahakumbh 2025: ઇશા અંબાણી પતિ સાથે પહોંચી મહાકુંભ, આસ્થાની લગાવી ડૂબકી
Email :

મહાકુંભ હવે સમાપનને આરે છે. ત્યારે અંતિમ દિવસોમાં પણ દેશ વિદેશમાંથી નામચીન લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવા આવી પહોંચે છે. ત્યારે આજે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી તેમના પતિ આનંદ પિરામલ સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ઈશા અંબાણી સાથે તેમના પતિ આનંદ પિરામલ અને કેટલાક અન્ય મિત્રો પણ હતા.

વૈદિક મંત્રોથી સ્નાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર ઇશા અંબાણીએ તેમના પતિ સાથે ત્રિવેણી સંગમમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સ્નાન કર્યું. સંતોએ હાજર રહીને વૈદિક મંત્રોચ્ચારનું ઉચ્ચાર કરતા જોવા મળ્યા. મહત્વનું છે કે આ પહેલા 11 ફેબ્રુઆરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત, પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અને માતા કોકિલાબેન અંબાણી સાથે મહાકુંભ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી.

રવિના ટંડન અને પુત્રીએ કરી ગંગા આરતી 

રવિના ટંડન અને રાશા થડાની મહાકુંભ આવી પહોંચ્યા હતા. અને ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તો બીજી તરફ, કેટરીના કેફ ,સાસુમાં સાથે આસ્થાની ડુબકી લગાવી હતી. આ બોલીવુડ કલાકારોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. કેટરિના કૈફ તેની સાસુ વીણા કૌશલ સાથે મહાકુંભમાં પહોંચી હતી. અહીં કેટરિના કૈફ ભક્તિમાં ડૂબેલી જોવા મળી હતી. આ દરમિયાન રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી હતી. અભિનેતા અભિષેક બેનર્જી પણ તેમની સાથે જોડાયા હતા. બધાએ સાથે મળીને ગંગા આરતી કરી અને ભજન કિર્તનમાં ભાગ લીધો હતો.

અક્ષય કુમારે લગાવી આસ્થાની ડૂબકી 

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના 43મા દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. અત્યાર સુધીમાં, મહાકુંભ દરમિયાન 62 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. અભિનેતા અક્ષય કુમાર પણ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. પૂજા કર્યા પછી, તેમણે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવ્યા પછી અભિનેતા અક્ષય કુમારે કહ્યું, "હું અહીં આટલી સારી વ્યવસ્થા કરવા બદલ મુખ્યમંત્રી યોગીજીનો આભાર માનું છું.

Related Post